નાસ્તામાં બનાવો ચટાકેદાર ‘મેથીના મુઠિયા’

 

Undhiyon0000017_4

3 વ્યક્તિઓ માટે ‘મેથીના મુઠિયા’ બનાવવાની રીત

સામગ્રી: 
1 જૂડી મેથીની લીલી ભાજી સમારેલી 
1 ½ ટીસ્પૂન લીલા મરચાં-આદુની પેસ્ટ 
4 ટેબલસ્પૂન ઘઊંનો લોટ 
2 ટેબલસ્પૂન રવો 
1/3 ટીસ્પૂન મરીનો પાવડર 
½ ટીસ્પૂન જીરું 
¼ ટીસ્પૂન સોડા-બાય-કાર્બ 
3 ટેબલસ્પૂન તેલ 
1 ટીસ્પૂન સમારેલું લસણ 
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી 
1 ટેબલસ્પૂન લીંબુનો રસ 
1 ½ ટેબલસ્પૂન તાજુ દહીં 
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર 
મીઠું સ્વાદ અનુસાર 

રીત: 
– એક બાઉલમાં બારીક સમારેલી મેથી લો તેમાં 1 ટેબલસ્પૂન મીઠું મિક્સ કરીને ભાજીમાંથી વધારાનુ પાણી નીચોવીને કાઢી લો. 
– હવે આદુ મરચા, લસણ, લીંબુ, દહી તમામ સામગ્રીને ભાજી સાથે મિક્સ કરો
-આ મિક્સચરમાં ઘઊંનો લોટ ઉમેરી નરમ કણક બાંધો. 
– હવે તમારી હથેળી પર થોડું તેલ લગાડીને કણકમાંથી હાથથી મુઠિયા વાળો 
– હવે એક પેનમાં તેલ ગરમ કરો
-તેલ આવી જાય એટલે તેમાં મુઠિયા ડિપ ફ્રાય કરો 
– આ મુઠિયાનો ગરમા ગરમ નાશ્તા તરીકે પિરશો.

Comments

comments


7,891 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 5 =