img class=”aligncenter wp-image-34836″ src=”http://janvajevu.com/wp-content/uploads/2016/11/CWfnaeLVEAEa4QX.png” alt=”CWfnaeLVEAEa4QX” width=”500″ height=”507″ />
એક ફેકટરીમાં કોઈ માણસ નવરા ઊભા ઊભા ડાફોળિયા મારતો હતો..
ત્યાં જ ફેક્ટરીનો માલિક આવ્યો: કેટલો પગાર છે તારો?
પાંચ હજાર સાહેબ.
આ લે પાંચ હજાર. તારો મહિનાનો પગાર. ફરી ક્યારેય મને તારું
મોઢું ના દેખાડતો.
મને અહીં કામ કરનારા લોકો જોઈએ છે, ટાઈમ વેસ્ટ કરનારા નહીં..
માણસના ગયા પછી માલિકે બીજા વર્કરોને પૂછ્યું, કોણ હતો આ મનહૂસ, ક્યા ડીપાર્ટમેન્ટમાં છે?
સાહેબ, એ તો પિઝા ડિલિવરી કરવા આવ્યો હતો..
“નાની નાની વાતોમાં
ઓવર રિએક્ટ થવું સારું નહીં“