કહેવાય છે કે વૃદ્ધ લોકોની વાત અને આંબળાના સ્વાદની ખબર લોકોને પાછળથી પડે છે. આને બધા રોગોની દવા માનવામાં આવે છે. આ શિયાળાની સિઝનમાં આવતી આયુર્વેદીક ઔષધી છે. દિલની બીમારી, આંખની બીમારી, નસકોરી ફૂટવી, કેન્સર અને ડાયાબિટીસ વગેરે જેવા રોગોને ઠીક કરવાની ક્ષમતા આંબળા ધરાવે છે.
* આંબળામાં ‘વિટામીન-સી’ નો સારો એવો સ્ત્રોત રહેલ છે. કહેવાય છે કે ૧ આંબલામાં ૩ સંતરાની બરાબર વિટામીન-સી રહેલ છે.
* આ ત્વચા, વાળ અને આંખ માટે ખુબજ ફાયદાકારક છે.
* જો તમને પેશાબ કરતા બળતરા થાય તો આંબળાના રસમાં મધ નાખીને એકાદ બે ચમચી જેટલું પીવું. આનાથી તમને ફાયદો થશે.
* અઠવાડિયામાં ત્રણથી ચાર વખત આંબળાનો રસ પીવાથી તમારો વજન ઉતરે છે. આમાં રહેલ ગુણ શરીરમાં મેટાબોલિઝ્મ ને ઠીક કરીને શરીરમાં રહેલ અત્યાદિક ચરબીને ઘટાડે છે. તેથી મોટાપો ઘટાડવા આનું શિયાળામાં સેવન કરવું.
* આ આયુર્વેદીક ઔષધી ફક્ત શિયાળામાં જ આવે છે તેથી તમારા ઘરે આંબળાનો મુરબ્બો બનાવી રાખવો. જેથી આને દરેક સિઝનમાં ખાઈ શકાય અને રોગમુક્ત રહી શકાય.
* મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ આ અસરકારક છે. દરેક મહિલાઓને માસિક ધર્મમાં અસહ્ય દુઃખાવો થતો હોય છે. તેથી આંબળાના સેવનથી આ સમસ્યા દુર થશે. ઉપરાંત માસિક ચક્રમાં અનિયમિતતા ને પણ આ ઠીક કરશે.
* આંબળા દિલ ની માંસપેશીઓને મજબુત કરી દિલ સાથે જોડાયેલ બીમારીઓને દુર કરે છે. આ લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રાને પણ સંતુલિત કરે છે.
* આંબળાની નાની નાની પતલી ચીરો કરીને તેમાં લીંબુનો રસ અને મીઠું નાખીને તડકામાં સુકાવવા દેવા. જયારે આ સુકાય એટલે એક ડબ્બામાં ભરીને તમે આને કોઇપણ સિઝનમાં ખાઈ શકો છો. આ ખુબ જ હેલ્ધી વસ્તુ છે.
* આમાં શરીરને હેલ્ધી રાખવા માટે અનેક ગુણો છુપાયેલ છે. તેથી આંબળાને ‘ગુણોની ખાણ’ કહેવામાં આવે છે.
* આંબળા માં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-ઇન્ફલેમેટ્રી અને ઈમ્યુનોમોડ્યુલેટ્રી ક્ષમતાઓ હોવાને કારણે આનું જ્યુસ બનાવી નિયમિત સેવન કરવાથી શરીરને કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચાવ થાય છે.