નવી સિક્યોરિટી OS સાથે Blackphone 2 લોન્ચ

Blackphone 2 launches with new securities OS

મોબાઇલ કંપની બ્લેકફોને પોતની નવી સીરીઝ બ્લેકફોન 2માં નવો સ્માર્ટફોન મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ(MWC) 2015 માં લોન્ચ કર્યો હતો. કંપનીએ લોન્ચ કરેલા બ્લેકફોન 2માં પ્રાઇવેટ OS v 1.1 ની સિક્યોરિટી પર ફોકસ કર્યુ છે અને ફીચર્સને પણ અપડેટ કર્યા છે. ઇવેન્ટમાં ટેબલેટ બ્લેકફોન પ્લસની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ટેબલેટ વર્ષના અંતમાં લોન્ચ કરવામાં આવશે. જો કે હાલમાં ટેબલેટ વિશે વિસ્તૃત જાણકારી જાહેર કરવામાં નથી આવી.

બ્લેકફોન 2ના ફીચર્સઃ

Blackphone 2 launches with new securities OSસૌજન્ય
દિવ્ય ભાસ્કર

સિક્યોરિટી પર ફોકસ કરી બનાવેલા બ્લેકફોન 2ને અપડેટેડ વર્જન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં એન્ડ્રોઇડ બેસ્ટ OS(ઓપરેટિંગ સિસ્ટમ) પ્રાઇવેટ OS 1.1 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 5.5 ઇંચની ફુલ HD સ્ક્રિન આપવામાં આવી છે જે 1080*1920 પિક્સલની ક્વોલિટી આપે છે. સ્ક્રિન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા 3 પ્રોટેક્શન છે. ફોનમાં ઓક્ટા-કોર પ્રોસેસર(64Bit) સાથે 3GB રેમ આપવામાં આવી છે. એટલુ જ નહી ફોનમાં 4G(LTE) ટેક્નિક પણ સપોર્ટ કરે છે. બ્લેકફોન2 સ્માર્ટફોનમાં માઇક્રો SD કાર્ડ પણ સપોર્ટ કરે છે. ફોનમાં 3060 mAh બેટરી આપવામાં આવી છે.

કેવુ છે PrivatOS v1.1

પ્રાઇવેટ OS નું અપડેટેડ વર્જન પ્રાઇવેટ OS v1.1 છે. પહેલા વર્જનમાં યુઝર્સને ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ સાથે એન્ક્રિપ્ટેડ ટેસ્ક્સ્ટ મેસેજ, સ્ટોર ફાઇલ અને વેબ બ્રાઉઝરને VPN ને સિક્યોર કરવામાં આવી છે. એવામાં હવે PrivatOS v1.1ની મદદથી ડિવાઇસ બધા સેક્શનને અલગ-અલગ લોગિંનથી સુરક્ષીત કરવામાં આવ્યુ છે. એટલે કે યુઝર્સ પોતાના ડોક્યુમેન્ટ એપ અને કોમ્યુનિકેશન એપને અલગ-અલગ લોગઇન પર કામ કરી શકે છે જેથી બધા ડેટા સુરક્ષીત રહે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,306 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 3