નવરાત્રીને સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. પણ આ ગુજરાતીઓનો તહેવાર છે. કહેવાય છે કે ગુજરાતી ૧૫ મિનીટનો વોક કરે એટલે થાકી જાય પણ બે કલાક નોનસ્ટોપ ગરબા ચોક્કસ રમી લે, ખરું ને? વેલ, ચાલો જાણીએ નવરાત્રી વિષે…
નવરાત્રી એક હિંદુ તહેવાર છે. આ એક સંસ્કૃત શબ્દ માંથી લેવામાં આવ્યો છે. આનો અર્થ એ થાય છે કે નવરાત્રી મતલબ ‘નવ રાત્ર’. આ નવ રાત્ર અને દસ દિવસ દરમિયાન દેવી ની પૂજા કરવામાં આવે છે. આનો દસમો દિવસ ‘દશેરા’ તરીકે ઓળખાય છે.
નવરાત્રી દરમિયાન માતાની આરાધનાની સાથે વ્રત-ઉપવાસ અને પૂજાનું પણ મહત્વ હોય છે. આ નવ દિવસમાં માતાને ભોગ કે પ્રસાદ અર્પિત કરવાથી બધા પ્રકારની સમસ્યાથી મુક્તિ મળે છે.
નવરાત્રીના દિવસે ગરબાનું પણ મહત્વ હોય છે. લોકો “કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ…” ના ગીત સાથે ગરબા રમવાનું ચાલુ કરે છે. નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહેવાય છે. લોકો ખુબજ લાંબા સમયથી ગરબા રમવા માટે નવરાત્રીની રાહ જોતા હોય છે.
શ્રાધ્ય માં જ નવરાત્રી આવે છે તેથી નવરાત્રી અને શ્રાધ્યના દિવસોમાં સમગ્ર લોકોએ ડુંગળી અને લસણનો ત્યાગ કરવો જોઈએ. ઉપરાંત નોનવેજનું ભૂલેચૂકે પણ સેવન ન કરવું. જયારે લોકો નવરાત્રીનો ઉપવાસ રાખે છે ત્યારે અમુક નિયમોને પાલન કરવા પડે છે.
જેમકે નવરાત્રીના આ પવન દિવસોમાં વ્રત કરનાર લોકો બેલ્ટ, બુટ, ચપ્પલ, બેગ વગેરે જેવી ચામડાની વસ્તુનો ઉપયોગ ન કરી શકે. ઉપરાંત આ દિવસોમાં લીબું ન કાપવા જોઈએ. નવરાત્રીના દિવસોમાં કન્યાની પૂજા પણ કરવામાં આવે છે.
વિષ્ણુ પુરાણ અનુસાર આ નવ દિવસોમાં તમાકુ કે અન્ય કેફી પદાર્થો ખાવા અને શારીરિક સબંધો બાંધવાથી ઉપવાસનું ફળ નથી મળતું. મોટાભાગના લોકો નવરાત્રીમાં નવ દિવસ નકોરડાં ઉપવાસ કરે છે અને ઘૂપ-દીપ કરીને માતાજીની ભક્તિ-અર્ચના કરે છે.