નવરાત્રી શરુ થઈ ગઈ છે એવામાં ઘણા લોકો વ્રત રહેતા હશે. વ્રત રહેવાનો સૌથી મોટો સવાલ એ છે શું ખાવું અને શું ન ખાવું? આ સમસ્યા વધારે એ લોકોને હોય છે જે ઓફીસ જતા હોય. કામ દરમિયાન તેમને વારંવાર ભૂખ લગતી હોય છે. એવામાં ફળ ખાવા સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, પરંતુ હવે એવું નથી. આજકાલ બજારમાં ઉપવાસના દિવસે ખાવાની સામગ્રીઓ ઉપલબ્ધ હોય છે. તમે વ્રતમાં ઘરે પણ વ્યંજન તૈયાર કરી શકો છે અને ઓફીસ પણ લઈ જઈ શકો છે.
વ્રતમાં આપણને એ વસ્તુ ખુબ યાદ આવે છે જે આપણે રોજ ખાતા હોઈએ. આજકાલ વ્રત રહેવું એટલું પણ મુશ્કેલ નથી. કારણકે આજે વ્રતમાં ખાવાની વિવિધતા આવી ગઈ છે. તો ચાલો જાણીએ વ્રતના દિવસે શું ભોજન કરવું જોઈએ.
બટાકાની કાતરી
બજારમાં પણ બટાકાની ચિપ્સના પેકેટ નવરાત્રી દરમિયાન ખુબ વેચાય છે, જે તમે વ્રતમાં ખાઈ શકો છો.
આઈસ્ક્રીમ
વ્રતમાં તમે દૂધમાં ફળ નાખીને અથવા સુકોમેવો નાખીને આઈસ્ક્રીમ પણ બનાવી શકો છે. આ બનાવવામાં કોઈ જંજાળ પણ નથી. આ ખાવાથી તમારા શરીરને પોષણ પણ મળે છે.
સાબુદાણા ના પકોડા
જયારે તમારાથી તમારી ભૂખ બિલકુલ કન્ટ્રોલ ન થાઈ ત્યારે તમે સાબુદાણા ના પકોડા ખાઈ શકો છે. આની સાથે તમે ધાણા, મરચા અને ટમેટાની ચટણી પણ લઈ શકો છો.
સુકામેવા ની ખીર
દુધમાં અનેક પ્રકારના સુકામેવા નાખીને તમે તેની ખીર બનાવી શકો છે. જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તમને શક્તિ પણ આપે છે.
રાજગરા ના લાડુ અથવા ગોળની બનાવેલ ચીક્કી
ઉપવાસ દરમિયાન તમે રાજગરા ના લાડુ અથવા ગોળની બનાવેલ ચીક્કીનો આનંદ માણી શકે છો. લાડુ ખાવામાં હલકા હોય છે, અને આના સેવનથી તમારી ભૂખ પણ દુર થાઈ છે.
ફરાળી સેવ
વ્રતમાં તમે મીઠી વસ્તુઓ ખાઈને કંટાળી ગયા હોય તો તમે ફરાળી સેવ પણ ખાઈ શકો છે. નવરાત્રી દરમિયાન બધી દુકાનોમાં ફરાળી સેવના પેકેટ ઉપલબ્ધ હોય છે, જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે.
ઠંડી મીઠી લસ્સી
વ્રતમાં તમે તાજા દહીંની ઠંડી મીઠી લસ્સી પણ પી શકો છે. લસ્સી તમારા પેટને પણ ઠીક કરે છે.
ફ્રુટ સલાડ
વ્રતમાં તમે ફ્રુટ સલાડનું સેવન કરી શકો છે. સલાડ માટે અલગ અલગ પ્રકારના ફળોને કાપીને તેમાં સિંધી મીઠું નાખીને પણ ખાઈ શકો છો.