વિશ્વભરમાં લાખો ચાહકો ધરાવતા ડ્વાઈન ડગ્લાસ જ્હોન્સન ઉર્ફે ‘ધ રોક’ને માત્ર રેસલિંગ અને અભિનય જ પ્રિય છે એવુ નથી.તેને કાર્સ અને પિકઅપ ટ્રક્સનો પણ ખૂબ જ શોખ છે.
તેના કાર કલેક્શનમાં બીએમડબલ્યુ18થી લઈને લેમ્બોર્ગિની અને ફેરારીથી લઈ પીકઅપ ટ્રક્સ સામેલ છે.તે રેસલિંગની સાથે સાથે હોલિવૂડ ફિલ્મ્સ દ્વારા ચાહકોનું મનોરંજન કરતો રહે છે.તે WWEનો હાઈએસ્ટ પેઈડ રેસલર છે.
‘ધ રોક’ તાજેતરમાં રીલિઝ થયેલી ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7’માં પણ જોવા મળ્યો હતો.તેમણે આ પહેલા ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 6’માં પણ કામ કર્યું હતું.રોકે સોશ્યલ મીડિયા પર કાર્સ સાથેની તસવીરો પોસ્ટ કરી હતી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર