ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઉપર પ્રહાર કરવાનું ચાલું રાખતા વધુ એક વખત આડે હાથે લીધો છે. યોગરાજ સિંહે એક ચેનલના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘ધોની એક દિવસ કંગાળ થઈ જશે અને ભીખ માંગવા મજબૂર બની જશે. ધોની કશુ જ નથી, તે ફક્ત મીડિયાના કારણે ક્રિકેટનો ભગવાન બની ગયો છે. મીડિયાએ તેને અહીં સુધી પહોંચાડી દીધો છે તે આ અહીં સુધી પહોંચવાનો હકદાર નથી. એક સમયે ધોની સામાન્ય હતો પણ આજે મીડિયાકર્મીઓ સામે બેસી તેમનું અપમાન કરે છે. જે મીડિયાએ તેને મોટો કર્યો છે તેનું જ આજે અપમાન કરી રહ્યો છે. જો હું પત્રકાર હોત તો ધોનીને એક થપ્પડ લગાવી દીધી હોત.’’
ઉલ્લેખનિય છે કે વર્લ્ડકપમાં યુવરાજ ને સ્થાન ન મળવા બદલ યોગરાજ ધોનીને જવાબદાર માને છે અને તે સમયેથી તે ધોની ઉપર આકરા પ્રહારો કરે છે. ‘રાવણ જેવો ધોની એક દિવસ કંગાળ થઈને ભીખ માંગવા મજબૂર બનશે’ : યુવરાજસિંહના પિતાનો બેફામ વાર
2011ની વર્લ્ડકપની ફાઇનલમાં યુવીની આગળ રમવા ચાલ્યો ગયો
યોગરાજે જણાવ્યું હતું કે, ‘‘ 2011 વર્લ્ડકપની ફાઇનલમાં બેટિંગ માટે યુવરાજ જવાનો હતો પણ ધોની તેને રોકીને પોતે બેટિંગમાં ગયો હતો અને હિરો બની ગયો હતો. તેને આ વખતે ચોથા ક્રમે કેમ બેટિંગ કરી ? તે પોતાને મહાન સમજે છે તો આ વખતે પણ છઠ્ઠા સ્થાનના બદલે ચોથા ક્રમે બેટિંગ કરવા જવું જોઈએ.
ટ્વિટર ઉપર થઈ રહી છે ટિકા
ધોની ઉપર કરેલા પ્રહાર બાદ યુવરાજના પિતાને ટ્વિટર ઉપર ટિકા થઈ રહી છે અને તેમને ગંદા કોમેન્ટનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશંસકોના મતે યુવરાજની કારકિર્દી ખરાબ કરવામાં તેના પિતાનો જ હાથ છે. યોગરાજ સિંહ મંગળવારે ટ્વિટર ઉપ ટોપ ટ્રેન્ડિંગમાં છે.
રાવણ સાથે કરી સરખામણી
યોગરાજે ધોનીની સરખામણી રાવણ સાથે કરતા જણાવ્યું હતું કે, ‘‘ધોની અહંકારી છે, જે રીતે રાવણના અહંકારે તેને ડૂબાડી દીધો હતો તેમ ધોની સાથે પણ તેવું જ બનશે. તે તો પોતાની રાવણ કરતા પણ મોટો માને છે. જ્યારે અન્ય ક્રિકેટરો મને ધોનીના અહંકાર વિશે જણાવે છે તો મને શરમ આવે છે. મે તેને જેવો વ્યક્તિ જોયો નથી. ’’
આઈપીએલ-૮ના પહેલા ૧૬ કરોડ રૂપિયાની સૌથી મોટી બોલીમાં ખરીદાયેલા સ્ટાર બેટ્સમેન યુવરાજસિંહના પિતા યોગરાજસિંહે ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર શાબ્દિક હુમલો કર્યો હતો. સોમવારે આઈપીએલની થયેલી હરાજીમાં પોતાના દીકરાને ૧૬ કરોડમાં ખરીદાતા મીડિયા સામે વાત કરતા યોગરાજે કહ્યું હતું કે, આજે ભગવાને મહેન્દ્રસિંહ ધોનીના મોં પર લાફો મારી દીધો છે. મને નથી ખબર કે તેને યુવરાજ, હરભજન કે ગંભીરની સાથે શું સમસ્યા છે. તેને ઉત્તર ભારતના ખેલાડીઓ સાથે શું પ્રોબ્લેમ છે. તે ખૂબ જ ઘમંડી અને નકામો છે.
યોગરાજે કહ્યું કે, ધોની યુવરાજ સાથે અંગત દુશ્મનીના કારણે આવું કરી રહ્યા છે. યુવીના પિતાએ કહ્યું કે, ધોની નથી ઈચ્છતો કે મારો દીકરો ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે. કેપ્ટન ધોનીએ સમજવું જોઈએ કે ક્રિકેટ આજે છે પરંતુ કાલે નહીં રહે. ત્યારે પણ આ મામલો વધશે અને તેને માટે સારું નહીં રહે. તેથી જ ધોની આ લડાઈને અંગત ન બનાવે. પરંતુ યોગરાજનું નિવેદન આવ્યાના થોડા સમય બાદ ટ્વીટર પર તેમના દીકરાએ સ્પષ્ટતા કરી હતી. યુવરાજે ટ્વીટ કર્યું હતું કે, મારા પિતા પણ અન્ય પિતાઓની જેમ લાગણીશીલ છે. મને લાગે છે કે તેઓ ભાવનાઓમાં વહી ગયા છે. મને હંમેશાથી જ માહી (ધોની)ની કેપ્ટન્સીમાં એન્જોય કર્યું છે અને આગળ પણ કરતો રહીશ.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર