આઈપીએલ-8ના 43માં મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 158 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.2 ઓવરમાં 159 રન બનાવી જીત મેળવી હતી. મેચ દરમિયાન ઘણી વખત ઉતાર ચડાવ જોવા મળ્યો હતો, જેનાથી મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી પણ પ્રભાવિત થઈ હતી. ધોનીની ટીમનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમમાં હાજર રહેલી સાક્ષીના ચહેરા ઉપર ક્યારેક દુખ તો ક્યારેક ખુશી જોવા મળી હતી.
સાક્ષી સાથે પૂર્વ મંત્રી પ્રફુલ પટેલની પુત્રી પૂર્ણા પટેલ પણ હાજર રહી હતી. ઉલ્લેખનિય છે સુરેશ રૈના અને પૂર્ણાના અફેરની વાત ઘણી વખત બહાર આવી હતી. જોકે હવે એવું નથી કારણ કે રૈનાએ થોડા સમય પહેલા જ બાળપણની મિત્ર પ્રિયંકા સાથે લગ્ન કરી લીધા છે.
સાક્ષી ધોની.
પૂર્ણા પટેલ.
સાક્ષી ધોની અને પૂર્ણા પટેલ.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર