ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો ફોર્બ્સ મેગેઝિને ટોપ 100 હાઇએસ્ટ પેઇડ એથ્લેટમાં સમાવેશ કર્યો છે. ધોની એકમાત્ર ભારતીય છે જેનો ફોર્બ્સ મેગેઝિને ટોપ 100માં સમાવેશ કર્યો છે. આ યાદીમાં અમેરિકન બોક્સર ફ્લોયડ મેયવેદર, ગોલ્ફર ટાઇગર વુડ્સ, ટેનિસ સ્ટાર રોજર ફેડરર અને પોર્ટુગલનો ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોનો સમાવેશ થાય છે.
ધોનીની કમાણી: ક્રિકેટથી સાત ગણા વધુ એન્ડોર્સમેન્ટમાંથી કમાય છે
ફોર્બ્સ ટોપ 100 એથ્લિટ્સની 2015ની યાદીમાં ધોનીને 23મું સ્થાન મળ્યુ છે. તેની કુલ કમાણી 31 મીલીયન ડોલર્સ એટલે કે આશરે 197.98 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ફોર્બ્સ અનુસાર, ધોનીને 4 મિલિયન ડોલર્સ (25.54 કરોડ રૂ.)ની કમાણી ક્રિકેટથી તો 27 મિલિયન (આશરે 172.62 કરોડ રૂ.) એન્ડોર્સમેન્ટથી થઇ છે. રોચક તથ્ય એ છે કે આ યાદીમાં ટોપ પર અમેરિકન બોક્સર મેયવેદર છે. તેની કુલ કમાણી 1915 કરોડ રૂપિયા છે. જેમાં મેયવેદરને 1819.86 બોક્સિંગ જ્યારે માત્ર 95.81 કરોડ રૂપિયા જ એન્ડોર્સમેન્ટથી કમાણી છે. જ્યારે ધોનીનો આંકડો આમાં ઉધો છે. ગત વર્ષ કરતા ધોનીની રેન્કિંગમાં નુકશાન થયુ છે. ગત વર્ષે ધોની આ યાદીમાં 22માં સ્થાને હતો.
ફોર્બ્સે જણાવ્યુ કે મહેન્દ્રસિંહ ધોની 2015ના વર્લ્ડકપમાં ભારતીય ટીમને સેમિ ફાઇનલ સુધી લઇ ગયો હતો અને સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. તો ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઇ સુપરકિંગ્સ આઇપીએલની આ સીઝનમાં ફાઇનલ સુધી પહોચી હતી. મહેન્દ્રસિંહ ધોની પરથી બોલિવુડમાં એક બાયોપિક બની રહી છે જેમાં ધોનીએ રોકાણ કર્યુ છે
સૌજન્ય
દિવ્ય ભાસ્કર