વર્લ્ડકપ -2015 માટે પસંદ કરાયેલી ભારતીય ટીમ મુદ્દે નવો ખુલાસો બહાર આવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ મુરલી વિજયને વર્લ્ડકપની ટીમમાં સમાવેશ કરાશે તેવું વચન આપ્યું હતું. જોકે સ્ટુઅર્ટ બિન્નીનો અંતિમ સમયે સમાવેશ થતા તેને આ મુદ્દે પીછેહઠ કરવી પડી હતી. વિજય હાલ શાનદાર ફોર્મમાં છે અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેને શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની પસંદગી ન થતા ક્રિકેટ એક્સપર્ટોને આશ્ચર્ય થયું હતું.
મીડિયા રિપોર્ટ પ્રમાણે મુરલી વિજયના નજીકના મિત્રોના જણાવ્યા પ્રમાણે ધોનીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વિજયને વચન આપ્યું હતું કે તે તેને વર્લ્ડકપની ટીમમાં સામેલ કરશે. જોકે ટીમની પસંદગીમાં ધોનીના કહ્યા પ્રમાણે થયું ન હતું. અંતિમ સમયે ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મોહિત શર્માને પણ સમાવેશ કરવા માગતો હતો ધોની
ધોની ફક્ત મુરલી વિજયને જ નહી ઈજાગ્રસ્ત હોવા છતા ફાસ્ટ બોલર મોહિત શર્માનો પણ સમાવેશ કરવા માંગતો હતો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર