ભારતીય ક્રિકેટ ટીમના કોચ ડંકન ફ્લેચરનો કાર્યકાળ વર્લ્ડકપ 2015 બાદ સમાપ્ત થઇ રહ્યોં છે પરંતુ તે પહેલા જ ટીમ મેનેજમેન્ટમાં તેમને કોઇ ગણકારતુ નથી. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓની બેઠક ડાયરેક્ટર રવી શાસ્ત્રીએ કરી હતી અને તેમાં કોચ ફ્લેચર હાજર નહતા. સુત્રો અનુસાર ફ્લેચરને આ અંગેની જાણ કરવામાં આવી નહતી.
જો કે ટીમ મેનેજમેન્ટે આ રીતના સમાચારોનું ખંડન કર્યુ છે. ટીમના મીડિયા મેનેજર ડો. આરએન બાબાએ જણાવ્યુ કે આ સમાચાર સાચા નથી. શાસ્ત્રીએ ટીમની બેઠક બોલાવી હતી અને તેમાં બોલિંગ કોચ બી અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ટીમ મેનેજર અરશદ અયુબ હાજર હતા પરંતુ મુખ્ય કોચ ડંકન ફ્લેચર મીટીંગમાં દેખાયા નહતા અને તેમને આ પ્રકારની કોઇ જાણ પણ કરવામાં આવી નહતી.
મીટિંગમાં મેલબોર્નમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાનાર મેચની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી પણ શામેલ નહતા.મીટિંગ આશરે એક કલાક સુધી ચાલી હતી. ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓનું માનવુ છે કે રવી શાસ્ત્રી સારા છે અને તે દરેક ખેલાડીઓને તેમની ભાષામાં વાત કરે છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ટીમમાં જોડાયા બાદ ડ્રેસિંગ રૂમનો માહોલ સારો થઇ ગયો છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર