દેશભરમાં લોકો ગણેશ ચતુર્થીની કરી રહ્યા છે તૈયારી, જાણો તેના વિષે

ganesh-chaturthi-significance-image

૫ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી આવી રહી છે. આ પર્વ માટે દેશમાં સમગ્ર લોકો રાહ જોઈ રહ્યા છે. ભારતમાં ગણેશ ચતુર્થીનું ખુબજ આધ્યાત્મિક મહત્વ છે. ગણેશ ચોથનો એટલેકે ગણેશ ચતુર્થી નો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે.

આ દિવસમાં યોગ્ય સમયે અને મુહુર્ત જોઇને બાપ્પાની પૂજા કરવામાં આવે તો લોકોની દરેક મન્નતો પૂરી થાય છે. એવું માનવામાં આવે છે કે ગણપતિજી નો જન્મ મધ્યકાળમાં થયો હતો તેથી તેમની સ્થાપના પણ એ જ કાળમાં થવી જોઈએ.

ગણેશ ચતુર્થીનું શુભ મુહુર્ત રવિવારે જ સાંજે ૬ વાગ્યે ૫૪ મીનીટે છે જે ૫ સપ્ટેમ્બરના રાત્રે ૯ વાગ્યે ૧૦ મિનીટ પર સમાપ્ત થશે. બાપ્પાની પૂજા, અર્ચના તમે સોમવારે સવારથી લઇ ૯:૧૦ ની વચ્ચે કરી શકો છો. આને સારું મુહુર્ત માનવામાં આવે છે.

ગણપતિની સ્થાપનાના દિવસોમાં ‘ગણપતિ બાબા મોરિયા’ના અવાજોથી વાતાવરણ ગૂંજી ઊઠે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે.

ગણેશ ચતુર્થી સાથે એક સ્ટોરી પણ જોડાયેલ છે. લગભગ બધા લોકો આને જાણતા જ હશે. વેલ, કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા.

Heart_Of_Paradise-aUs-blog-20399

થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગ્યા અને બોલ્યા કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કઈ પણ કરીને મારા પુત્રને જીવીત કરો.

બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.

આ તહેવાર ૧૦ દિવસ સુધી ચાલે છે અને અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને સ્નાન વગેરેથી શુદ્ધ થઈને શુદ્ધ કપડા પહેરો. ૫ સપ્ટેમ્બરના દિવસે લાલ કલરના વસ્ત્ર ધારણ કરવા અતિ શુભ મનાય છે.

આ ૧૦ દિવસોની અંદર સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી તમારા જીવનમાં આવેલા દરેક પ્રકારના સંકટો દૂર થાય છે. તમારા આયુષ્ય અને બળમાં વધારો થાય છે અને ચારેકોર તમારી કીર્તિ ફેલાશે. આ દિવસોમાં ગણેશની બંને પત્નીઓ એટલેકે રિદ્ધિ અને સિદ્ધિનું ઉપરાંત મુશકની પણ પૂજા કરવામાં આવે છે.

decoration-at-home-for-exterior-ideas-decorating-at-home

Comments

comments


8,500 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


− 4 = 4