દૂધ, મલાઈ અને દહીં આપણી ત્વચા માટે તો અસરકારક છે જ. દૂધથી વાળની પણ સંભાળ લેવાથી કમાલ થાય છે. દૂધમાં કેટલાય પોષકતત્વો હોય છે જે માત્ર પીવાથી જ નહિ લગાવવાથી પણ ફાયદો કરે છે.
રુક્ષ વાળ માટે
એક કપ ઠંડા દૂધને તમારા વાળનાં મૂળમાં લગાવીને તેનો હલકા હાથથી મસાજ કરો. આવું થોડા દિવસો કરવાથી તમારા વાળમાં ચમક પાછી ફરશે.
કન્ડિશનર
કાચા દૂધને વાળ ધોવાના અડઘા કલાક પહેલા લગાવવું. ત્યારબાદ વાળને ધોઈ લેવા.
હેરમાસ્ક
હેરમાસ્ક માટે એક કપ દૂધમાં કેટલાક ટીપા જેતુનનું તેલ તથા મધ નાંખવું. ત્યારબાદ તેમાં પાક્કા કેળાને મેશ કરીને ભેળવી દેવું. આ માસ્કને વાળમાં લગાવી એક કલાક માટે રહેવા દેવું પછી વાળ ધોઈ લેવા.