દુબઈનું નામ આવતા જ આપણને સૌપ્રથમ ‘શેખો’ યાદ આવે, જે ખુબજ પૈસા વાળા અને ઉટપટાંગ શોખો ઘરાવતા હોય! અને એવું પણ યાદ આવે કે અહી વિશ્વની સૌથી ઉંચી ઈમારત ‘બુર્ઝ ખલીફા’ સ્થિત છે. વેલ, આ ખાડી દેશમાં ખનીજ તેલને કારણે રીફાઇનરીઓ સહીત મોટા ઉદ્યોગો ચાલે છે.
* દુબઈ દેશની સૌથી સારી વાત એ છે કે અહી તમે જયારે જાવ ત્યારે આલ્કોહોલ ન પી શકો. અહીના કાયદાઓનું અવશ્યપણે પાલન કરવું જ પડે છે. તમે અહી રસ્તાઓમાં આલ્કોહોલ ન પી શકો. ઉપરાંત અહીની માર્કેટ અને જનરલ સ્ટોરમાંથી પણ તમે આલ્કોહોલ પર્ચેસ ન કરી શકો. છે ને એકદમ શરાફત વાળો દેશ!
* જો તમે સ્મોકિંગ કરતા હોવ તો સાવધાન! અહીના શોપિંગ મોલ્સ, સરકારી ઓફિસીસ માં સ્મોક કરવા પર બેન છે.
* દુબઈમાં ‘જમેરાહ બીચ’ છે, જે વિશ્વના ટોપ બીચ માંથી એક છે. અહીની ખૂબસૂરતી પર્યટકોને પોતાની દીવાનગીમાં ડુબાવી દે છે.
* આ એક ઇસ્લામિક દેશ છે, જ્યાં તમારે ખુબજ મર્યાદામાં રહેવું પડે. શોર્ટમાં તમે અહી ટ્રાન્સપરન્ટ કે શરીરના અંગો દેખાય તેવા કપડા ન પહેરી શકો.
* દુનિયાભરમાં એડ્રેસ સીસ્ટમ જોવા મળે છે જેના દ્વારા લોકો સરળતાથી કોઈક ચોક્કસ જગ્યાએ પહોચી શકે. પણ અહી એવું નથી. જો તમારે કોઇપણ જગ્યાએ જવું હોય તો મકાનો કે આસપાસની હોટેલની જાણકારી હોવી જોઈએ.
* અહી લગ્ન પહેલા મહિલા-પુરુષ ને સબંધ બનાવવો એ અવેદ્ય છે. આ નિયમની વિરુદ્ધ જવાથી સાઉદી અરેબિયાની સરકાર માફી નામના શબ્દને નથી સ્વીકારતી.
* દુનિયામાં દિન પ્રતિદિન ગુનેહગારોનો સંખ્યા વધતી જાય છે. પણ અહી ક્રાઇમ ગ્રાફ ઝીરો છે અને તેની પાછળનું કારણ ત્યાંના કડક નિયમો છે. અહી કોઇપણ પ્રકારનો અપરાધ માફ નથી કરવામાં આવતા. તેથી દુબઈને દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે.
* દુનિયાના વિભિન્ન દેશોમાં લોકો દ્વારા ઇન્કમ ટેક્સ આપવામાં આવે છે. પણ, અહી એવું નથી. દુબઈની આ વાત જ તેને દુનિયાથી અલગ પાડે છે. આ એકદમ શાંત દેશ છે. ઉપરાંત અહીના લોકો પણ હેલ્પફૂલ હોય છે.
* જો તમારી બોડીમાં કોઈ અપશબ્દ કે કોઈ ઘર્મ વિરુદ્ધ ટેટુ હોય તો તમે દુબઈ જાવ તે પહેલા હટાવી લેવું. અહીની સંસ્કૃતિને આવું બધું પસંદ નથી. આને અહીના નિયમો વિરુદ્ધ માનવામાં આવે છે.
* વિશ્વના ધની શહેરોમાંથી દુબઈને સૌથી મોટો ખિતાબ મળ્યો છે, એ છે ‘બુર્ઝ ખલીફા’. ઉંચી ઉંચી ઈમારતો માંથી તમે નીચે રોડ પર ચાલતી ક્રુઝને ખુબજ સરળતાથી જોઈ શકો છે. દુબઈ દુનિયાના ટોપ રીચ દેશમાંથી એક છે.