દુનિયામાં થતી લગ્નની આ વિચિત્ર પ્રથા વિષે જાણીને તમે પણ કહેશો oops!

5312160b92754

દુનિયામાં અલગ અલગ દેશ, અલગ અલગ સંસ્કૃતિમાં અને અલગ સમાજમાં લગ્ન કરવાની પરંપરા જુદી હોય છે. દુનિયામાં લગ્નને વધારે મહત્વ આપવામાં આવે છે. દુનિયામાં એવા પણ ઘણા સમાજ છે જે પોતાની અજીબોગરીબ લગ્નની પરંપરા માટે પ્રચલિત છે. આજે અમે તમને દુનિયાની વિવિધ વિચિત્ર લગ્નની પરંપરા વિષે વાકેફ કરાવવાના છીએ.

કીચડ નાખી વર-વધુનું સુસ્વાગતમ

blackening-bride

સ્કોટલૅન્ડના અમુક ભાગોમાં લગ્નની વિધિ પૂરી થાય એટલે વર-વધુનું સ્વાગત તેના પર કીચડ નાખીને કરવામાં આવે છે. ખરેખર, આ ખુબ વિચિત્ર છે. આ રસમ માં વર-વધુ પર અચાનક જ કીચડ નાખવામાં આવે છે. આ પરંપરામાં વર-વધુ પર બધા પ્રકારના કીચડને ડોલમાં ભેગો કરીને સ્વાગત કરવામાં આવે છે. જેથી નવદંપતી નું જીવન સુખી રહે.

મહિના પહેલા જ શરુ થાય છે રો’વા ની તૈયારી

ik3ndyscptc829ubz42c

પોતાના લગ્નોત્સવ દરમિયાન એક મહિલા રડે એ સામાન્ય બાબત છે. ચીનના તુજીયા માં દુલ્હન એક માસ પહેલા રડવાની પ્રેક્ટીસ કરવા લાગે છે. વધુ માટે દર એક કલાક રડવું આવશ્યક છે. ૧૦ સુધી રડવામાં દુલ્હન ની માતા પણ તેને સપોર્ટ કરે છે. ત્યારપછી ૧૦ દિવસ બાદ વધુ ની દાદી અને મહિના ના અંતમાં પરિવારની બધી મહિલાને આ રીવાજમાં દુલ્હનની સાથે રડવું પડે છે. આ રીવાજને લગ્ન પહેલા ખુશી વ્યક્ત કરવાનું પ્રતિક માનવામાં આવે છે.

વરની પીટાઈ

beating-feet

કોરિયામાં લગ્નની એક રાત પહેલા વરના પગની પીટાઈ કરવામાં આવે છે. બધા લોકો આ પરંપરાનું પાલન કરે છે.

દુલ્હન ને કિડનેપ કરવી

L2FydGljbGUvYy8yYS9jMmE5MjNlZC1kMWQ1LTQxZDUtOTA2Mi0yMDgyMjRhYmFjMTUuanBlZw==_800x600_True_0

રોમાનિયામાં લગ્નની એક વિચિત્ર પરંપરા છે. આ પરંપરામાં પુરુષ જે મહિલા સાથે લગ્ન કરવા ઈચ્છતો હોય તેને કિડનેપ કરીને લઇ જાવામાં આવે છે. આ રસમ લગ્ન પહેલા કરવામાં આવે છે. જો તે મહિલાને સફળતાપૂર્વક બે કે ત્રણ દિવસ પોતાના પાસે રાખવામાં સફળ થાય તો જ, તે મહિલાને પોતાની પત્નીની ધોષણા કરી શકે. લગ્નમાં કોઈ દહેજ ન માંગે અને છોકરીના પરિવારજનો છોકરીએ પસંદ કરેલ છોકરા સાથે લગ્ન કરાવવા રાજી ન હોય, ત્યારે આ પરંપરા કરવામાં આવે છે.

ટોયલેટ માં બનેલ જ્યુસ

france-toilet-bowl-food-wedding

ફ્રાંસની સંસ્કૃતીમાં લગ્નની વિચિત્ર પરંપરા છે જેણે ‘લા સૂપ’ કહેવામાં આવે છે. જયારે વર-વધુ હનીમૂન માટે જાય છે ત્યારે બધા લોકોને પાર્ટી આપવામાં આવે છે. આ પાર્ટીમાં મહેમાનો બચેલુ ખાવાનું એકત્રિત કરીને એક નવા ટોયલેટના ચેમ્બરમાં નાખે છે. આ જુસ દુલ્હનના પરિવારજનો ને પીવડાવામાં આવે છે.

જેણે પહેલા હાથ ધોયા, તેના પાર્ટનર પર Kiss માટે તળાપડી

Kissing-feast-Sweden

સ્વીડનમાં લગ્ન બાદ, રિસેપ્શનમાં વર-વધુને ભોજન કરાવવામાં આવે છે. ભોજન કાર્ય બાદ જો વર પહેલા હાથ ધોવા જાય તો પાર્ટીમાં રહેલ બધા લોકો વધુને કિસ કરે અને જો વધુ પહેલા હાથ ધોવા જાય તો પાર્ટીમાં રહેલ બધી મહિલાઓ વર ને kiss કરે છે.

નો સ્માઈલ

No_smiling_in_Congo_t5bhje

લો બોલો! આવી પણ કઈ પરંપરા હોય ખરી! પણ આ સત્ય છે. કાંગો સમાજમાં લગ્ન દરમિયાન વર-વધુએ હસવાનું નહિ. લગ્ન પૂર્ણ થયા બાદ કપલ ને હસવાની છુટ આપવામાં આવે છે. આ પરંપરા માત્ર લગ્નમાં જ નહિ પણ લગ્નની દરેક પરંપરામાં લાગુ પડે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,204 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 12