પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એ જન્મ લીધો છે તેનું મૃત્યુ થવું નિશ્ચિત છે. ન જન્મ માનવીના હાથોમાં છે કે ના તો મુત્ય. બધી જગ્યાઓ ની પોતાની અલગ કહાનીઓ હોય છે અને એના માટે અલગ-અલગ રૂલ્સ અને રેગ્યુલેશન પણ હોય છે.
જે કાયદાઓ આપણને પસંદ હોય તેનો આપણે સ્વીકાર કરીએ અને ન ગમતા કાયદાઓ નો અસ્વીકાર. ઉપરનું ટાઈટલ વાંચતા તમને થશે કે આવું થોડું હોય પણ આ સાચું છે. વેલ, ચાલો જાણીએ આખી વાત…
દુનિયાના સૌથી ઉત્તરી ભાગ પર વસેલ નોર્વે ના લોન્ગેયરબેન શહેર પોતાની ખાસિયત ને કારણે આખી દુનિયામાં ફેમસ છે. નોર્વે ના આ શહેરમાં દુનિયાની સૌથી વધુમાં વધુ ઠંડી પડે છે. છતાં પણ લોકોને મરવા પર પ્રતિબંધ છે.
યુરોપિયન કન્ટ્રી નોર્વે નું શહેર લોન્ગેયરબેન ની વસ્તી લગભગ ૨૦૦૦ ની આસપાસ જણાવવામાં આવી છે. સખત ઠંડી હોવા છતાં પણ લોકો અહી રહે છે.
માનવામાં આવે છે કે ૧૯૯૦ માં અહી માઈનીંગ ઓપરેશન થયું અને અહી ૫૦૦ લોકો આવ્યા બાદમાં લોકોની સંખ્યામાં વધારો થતો ગયો. હાલમાં આ શહેર ટુરિસ્ટ માટે પોપ્યુલર છે.
તમને એ પણ જાણીને આશ્ચર્ય થશે કે અહી વર્ષમાં ચાર મહિના સુધી સૂર્ય જ નથી ઉગતો અને ૨૪ કલાક રાત જ હોય છે.
લોકોને મરવા પર પ્રતિબંધ એટલા માટે છે કે અહી સખત ઠંડીને કારણે મૃત લોકોની જો લાશ જમીનમાં દાટવામાં તો તે ખરાબ નથી થતી અને તેવી ને તેવી જ રહે છે. અહી એક નાનકડું એવું કબ્રસ્તાન છે પરંતુ તે ખુબ જ નાનું હોવાથી ત્યાં પાછલા ૭૦ વર્ષથી કોઈ લાશ નથી દાટવામાં આવી.
જો કોઈ ગંભીર બીમાર પડ્યું હોય અને એમ થાય કે હવે આ વ્યક્તિ મારવાના છે તો તેમણે છેલ્લા દિવસો માં કોઈ પ્લેન કે શીપમાં મૂકી નોર્વેની બહારના ભાગમાં લઇ કોઈ જગ્યાએ દફનાવી દેવામાં આવે છે. નોર્વે ના આ શહેરમાં ‘પોલાર બીયર’ (બર્ફીલા પ્રદેશમાં રહેલું જાનવર) પણ ખતરનાક હોય છે જેથી લોકોને હંમેશાં પોતાની સેફટી માટે હાઈ પાવર રાઈફલ (બંદુક) રાખવું જરૂરી છે.