દુનિયાનો પાંચમો સૌથી મોટો ધર્મ એટલે ‘સીખ’ ધર્મ વિષે અજાણી વાતો!

guru-nanak-1

સીખ ધર્મોનું ભારતીય ધર્મોમાં એક પવિત્ર સ્થાન છે. ‘સીખ’ શબ્દની ઉત્પત્તિ ‘શિષ્ય’ થી થઇ હતી, જેનો અર્થ ગુરુનાનક ના શિષ્ય એટલેકે તેમની શિક્ષાઓનું અનુસરણ કરનાર લોકો સાથે છે. ગુરુનાનક દેવ જી શીખ ધર્મના પ્રવર્તક છે. સીખ ધર્મમાં ગુરુનાનક દેવ પછી બીજા નવ અન્ય ગુરુ થયા.

* આ ધર્મની સ્થાપના ૧૫ મી સદીમાં ભારતના ઉત્તર-પશ્ચિમ પંજાબ પ્રાંતમાં ગુરુનાનકે કરી હતી. આ એક ઈશ્વર તથા ગુરુઓ પર આધારીત ધર્મ છે.

* સીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકનો જન્મ 15 એપ્રિલ, 1469 માં ‘તલવંડી’ માં થયો હતો. તલવંડી સ્થાનએ પાકીસ્તાના લાહોરમાં આવેલ છે.

* સીખ ધર્મમાં પાઘડી ઉતારીને વાળ બતાવવા પર પાબંદી છે.

_88242167_amritsar

* સીખ ધર્મ દુનિયાનો પાંચમો સૌથી મોટો ધર્મ છે. ગુરૂનાનકે 16 વર્ષની ઉમરે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓ તેમની પત્ની અને પુત્રોને છોડીને ધર્મની રાહ પર નીકળ્યા.

* સીખ ધર્મને માનનાર લોકોની સંખ્યા સમગ્ર વિશ્વમાં ૩૦ મિલિયન કરતા પણ વધારે છે.

* દુનિયાના દરેક પ્રમુખ શહેરમાં સીખ રહી શકે છે.

* ગુરુનાનક જણાવે છે કે ઈન્સાને સારા કર્મો કરવા જોઈએ જેથી જયારે તેઓ પરમાત્માના દરબારમાં જાય ત્યારે શર્મસાર ન થવું પડે.

* ગુરુનાનક નો ઉપદેશ ગુરુગ્રંથ ‘સાહિબ’ નામથી સંકલિત છે.

* જેમ હિંદુ ધર્મમાં મંદિર હોય છે તેમ સીખ ધર્મ ભગવાન અને પૂજા કરવાનું સ્થાન ‘ગુરુદ્વારા’ કહેવાય છે.

Gurudwara-Sis-Ganj-Sahib-Delhi

* સીખ ના અન્ય ગુરુ એટલેકે રામદાસ ગુરુએ રામદાસ (અમૃતસર) શહેર વસાવ્યું હતું. આ સિખ ધર્મના સૌથી છેલ્લા ગુરુ ‘ગુરુ ગોવિંદ સિહ જી’ છે, જેમનું મૃત્યુ 1708 માં થયું હતું.

* આ ધર્મમાં માથાના વાળ કાપવા પર મનાહી છે. આને ભગવાનની સાથે સદભાવમાં રહેવાની નિશાની માનવામાં આવે છે.

* અન્ય મહાન સંતની જેમ જ ગુરુનાનક સાથે પણ અનેક ચમત્કારીક અને દિવ્ય ઘટનાઓ જોડાયેલ છે.

* સીખ ધર્મનું પ્રમુખ ટેમ્પલ અમૃતસર (પંજાબ) માં આવેલ છે, જેને ‘ગોલ્ડન ટેમ્પલ’ (સ્વર્ણ મંદિર) ના નામે ઓળખાય છે.

amritsar golden temple morning1

* સીખ ઘર્મમાં લોકોના હાથમાં એક સ્ટીલનું કડું પહેરવામાં આવે છે. આને ભગવાનની એકતાનું પ્રતિક માનવામાં આવે છે.

* સીખ ઘર્મના દસ ગુરુઓ છે જે આ પ્રમાણે છે : ગુરુનાનક દેવ, ગુરુ અંગદ, ગુરુ અમર દાસ, ગુરુ રામદાસ, ગુરુ અર્જુન દેવ, ગુરુ હરગોબિંદ સિંહ, ગુરૂ હરરાય, ગુરૂ હર કિશન સિહ, ગુરુ તેગબહાદુર સિહ અને ગુરુ ગોવિંદ સિહ.

* પહેલો સીખ UK માં ૧૯૫૦માં ગયો હતો. આજે 5,00,000 કરતા પણ વધુ સીખ UK માં રહે છે.

* આ ધર્મનું નિશાન ‘ખંડો’ છે, આ સિપાહીનું નિશાન છે. આ ધર્મના લોકો ‘પંજાબી’ ભાષા બોલે છે.

Flag-Of-Sikhism-Religion

Comments

comments


12,949 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 11