માણસને હમેશા એ વાતનું મિથ્યાભિમાન થઇ જાય છે કે તેણે દુનિયાની બધી જટિલ મુશ્કેલીઓને ઉકેલી લીધી છે. તેને આ દુનિયા જ નહિ પણ આખા ભ્રમાંડને જાણી લીધું છે. તેને લાગે છે કે આ ગ્રહ પર તેણે જાણે કેટલી પીઢીઓ જીવી લીધી છે તો પછી આ કેવી રીતે સંભવ છે કે આ ધરતી પર હાજર બધી વસ્તુઓ ના જોઈ હોય? પોતાની આ અભિયાન માં તે કેટલીક હદ સુધી સફળ પણ રહ્યો છે, તેમ છતાં પૃથ્વી તેને પડકાર આપવામાં પાછળ રહેતી નથી. આ જટિલ મુશ્કેલીઓ આજે પણ દુનિયાના વૈજ્ઞાનિકો માટે એક પડકાર રૂપ છે, જે કંઈક અલગ જ દુનિયા ની લાગે છે.
1. રેસટ્રેક પ્લાયા, ડેથવૈલી, અમેરિકા
ડેથવૈલી એ આપણા ગ્રહનો સૌથી ખુંખાર અને છેલ્લો છેડો ગણાય છે. આ ખુબજ ગરમ જગ્યા પર જીવનનું કોઈ નિશાન નથી, પરંતુ અહીં કંઈક તો એવું છે કે તે આ જગ્યાને ફ્લોટિંગ કરતુ રહે છે. અહી સ્થગિત પથ્થરોને જાતેજ એક જગ્યાએ થી બીજી જગ્યાએ જતા જોઈ શકાય છે. આ એક અચંબા ની વાત છે.
2. બ્લડ ફોલ્સ, એન્ટાર્કટીકા
એન્ટાર્કટીકા કદાચ આપણા ગ્રહ પર એ જગ્યા છે જેના ખૂણે ખૂણે માણસ આજ સુધી નથી પહોચ્યો, કદાચ આના લીધે જ બરફીલા રણથી પ્રખ્યાત આ જગ્યા આજે પણ કેટલાય રાઝ પોતાનામાં સમાવી બેસેલ છે. બધા રાઝ માંથી એક રાઝ છે આ બ્લડ ફોલ્સ. આમાં તમે બરફ અને પથ્થરના વચ્ચેથી ટપકતું લોહી જેવું પ્રવાહીને સાફ સાફ ટપકતું જોઈ શકો છો.
3. રેલમપાગો ડેલ કાટાટુમ્બો, વેનેઝુએલા
લોકો કહે છે કે વીજળી એક જગ્યા પર બીજી વાર પ્રહાર નથી કરતી, પણ આ વાત રેલમપાગો (વેનેઝુએલા) માં ખોટી પડે છે. વર્ષની 365 રાતો માંથી લગભગ 200 રાત સુધી વીજળી અહી કડ્કે છે. અહી દરેક મિનીટ માં લગભગ 25 વખત જોરદાર વીજળી કડ્કે છે. આપણે તો એક જ વાર વીજળી કડ્કે તો ડરી જઈએ છીએ.
4. સહારાની આંખ, મૌરીટાનિયા
તમે ઉપરથી (આકાશ) આ જગ્યાને જોશો તો તમને એક આંખ જેવી આકૃતિ દેખાશે. સહારામાં અને આખી દુનિયામાં લોકો આ જગ્યાને “સહારાની આંખ“ના નામ થી ઓળખવામાં આવે છે. આ આકૃતિ લગભગ 50 કિલોમીટર સુધી લંબાઈમાં અને પહોળાઈમાં પ્રસરેલી છે. આને આકાશમાંથી પણ જોઈ શકાય છે.
5. નરક નો દરવાજો, તુર્કમેનિસ્તાન
જો કહાનીઓ અને દંતકથાઓ માનીએ તો તુર્કમેનિસ્તાનમાં એક નરક દરવાજો છે. નરક ના આ દરવાજામાં કુખ્યાત જગ્યા છે જેમાં ખુબજ મોટો ખાડો છે, જ્યાં હમેશા આગ લાગેલી હોય છે. ગજબની વાત તો એ છે કે કેટલાક વર્ષોથી અહી આગ સતત બળે છે. નજીકના ભવિષ્યમાં પણ આ આગ શાંત થઈ શકે તેમ નથી.
6. રોરાયમા પર્વત , વેનેઝુએલા
આ ખુબજ લાંબા અને પહોળા પર્વતમાળાના નિર્માણથી દુનિયાભરના ભૂસ્તર વિજ્ઞાનીઓ માટે આશ્ચર્યજનકની બાબત છે. 30,000 કિલો મીટરના વિસ્તાર માં વિસ્તરેલ આ પર્વત પોતાના માં એવા એવા નજારાઓ ધરાવે છે કે એના વિષે શું કહેવું, અને કહેવાય છે કે આ પર્વત પર ચઢવું મુશ્કેલ નહિ પણ અશક્ય છે.
7. ધી ગ્રેટ બ્લ્યુ હોલ, બેલિજ
આકાશથી જોઈએ તો આ 300 મીટર પહોળું અને 120 મીટર ઊંડો વર્તુળ એકદમ વાદળી રંગનો દેખાય છે. વાદળી પાણી પર રંગબેરંગી ખડકોથી ઘેરાયેલું આ ખાડો ખુબજ પ્રખ્યાત છે. આજ સુધી કોઈને ખબર નથી કે આનું નિર્માણ કેવી રીતે થયું?