દુનિયાની સૌથી મોટી કંપની ‘Apple’ વિષે જાણવા જેવું

steve-jobs-31

જો દુનિયામાં સૌથી શક્તિશાળી કંપનીની વાત કરવામાં આવે તો Apple નું નામ જ આવે. શરૂઆતમાં આ કંપનીને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સમગ્ર વિશ્વમાં પોતાની અલગ અને અનોખી ટેકનોલોજીને કારણે પ્રખ્યાત કંપની ‘એપ્પલ’ ના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે.

કોઇપણ વ્યક્તિને પોતાની લાઈફમાં એકવાર તો એવી ખ્વાહીશ થાય જ કે મારે પણ એપ્પલ નો ફોન લેવો છે. આજે બધા લોકો Apple નો ફોન અને Apple ની પ્રોડક્ટ લેવાનું પસંદ કરે છે. ચાલો આના વિષે કેટલીક અજાણી વાતોને જાણીએ….

* શું તમે જાણો છો કે એપ્પલ કંપનીની સ્થાપના એપ્રિલ ફૂલના દિવસે વર્ષ ૧૯૭૬માં થઇ હતી.

* ‘સ્ટીવ જોબ્સ’ વિશ્વ વિખ્યાત કંપની એપ્પલ ના સંસ્થાપક હતા (૨૦૧૧માં તેમનું મૃત્યુ થયું), આની લીધે જ આપણને iPhone અને iPad જેવા ઉપકરણોનો ઉપયોગ કરવાનો મોકો મળ્યો.

iphone-6

* સ્ટીવ જોબ્સે બોદ્ધ ઘર્મને અપનાવ્યો હતો. તેઓ આજીવન શાકાહારી હતા.

* સ્ટીવ જોબ્સે ૧૨ વર્ષની આયુમાં પહેલી વાર computer જોયું હતું.

* એપ્પલની શરુઆતમાં પ્રોડક્ટ પર ન્યુટન ની તસ્વીર આવતી હતી. એપ્પલની એક પ્રોડક્ટનું નામ પણ ન્યુટન હતું. જ્યાં સુધી આઈફોન આવ્યો ન હતો ત્યાં સુધી લોકો આ પ્રોડક્ટ ના ગુણગાન કરતા હતા. પરંતુ, જયારે આઈફોન માર્કેટમાં આવતા જ સ્ટીવ જોબ્સે એપ્પલથી ન્યુટનને હટાવી દીધો.

* એપ્પલ ના એમ્પલોઈઝ (કામદારો) પ્રત્યેક ત્રીજો વ્યક્તિ ભારતીય છે.

employees

* Apple હેડક્વાટરમાં કાર્યરત (એમ્પલોઈઝ) દરેક કામદારોની સરેરાશ આવક $125,000 છે.

* વર્ષ ૨૦૧૦માં એપ્પલે પૂરી દુનિયાને ચોકાવી દીધી અને Microsoft ને પણ પાછળ છોડી દીધી. આ વર્ષે એપ્પ્લે સૌથી મુલ્યવાન ટેકનોલોજી કંપની હોવાનો ખિતાબ હાંસિલ કર્યો હતો.

* Apple એક મિનિટ માં $300,000 કમાઈ છે, જે રશિયન સ્ટોક માર્કેટ કરતા ખુબ વધારે છે.

* વર્ષ ૨૦૧૧માં એક સમય એવો આવ્યો જયારે એપ્પલ પાસે અમેરિકા ના સરકાર કરતા પણ વધારે પૈસા હતા. તે સમયે એપ્પલ પાસે ૭૬.૪ બિલિયન ડોલર હતા જયારે અમેરિકાની સરકાર પાસે ૭૩.૭ બિલિયન ડોલર હતા.

* Apple ની કંપની ૧ મીનીટે ૨ કરોડ રૂપિયાની કમાણી કરે છે.

* જો તમે Apple કમ્પાઉન્ડ ની પાસે સિગારેટ પિતા પકડાઈ જાવ તો તમને તેમની કોઈ પણ પ્રોડક્ટમાં વોરંટી ન મળે.

Smoking

* વર્ષ ૨૦૧૪માં એપ્પ્લે એટલી બધી કમાણી કરી કે Google, Facebook અને Amazon ની કમાણીને ભેગી મેળવીએ તો પણ પૂરી ન થાય.

* એવું કહેવામાં આવે છે કે અમેરિકાની ‘હાર્વર્ડ યુનિવર્સિટી’ માં એકવાર દાખલો (એડમિશન) મળી શકે છે પરંતુ Apple માં નોકરી મેળવવી ખુબજ મુશ્કેલ છે.

* સમગ્ર વિશ્વમાં એપલના 80,000 કામદારો છે. જોકે આ પોતાના માં જ એક મોટી વાત છે.

* જાપાનનો એક આદમી iPhone 6 માટે ૭ મહિના સુધી બહાર લાઈનમાં ઉભો હતો. આનાથી લોકોમાં Apple ની લોકપ્રિયતા વધી હતી.

* હાલમાં Apple ના CEO ‘ટીમ કુક’ છે. આના વિષે ખાસ વાત છે કે આ Apple ના પ્રત્યેક કર્મચારીઓને સવારે ૪:૩૦ વાગ્યે ઈ-મેલ કરી દે છે.

150908192226-tim-cook-apple-logo-thinking-780x439 (1)

* Apple iPhone ની પ્રત્યેક જાહેરાતમાં ૯:૪૧ મિનીટ હોય છે. આનુ કારણ એ છે કે ૨૦૦૭માં સ્ટીવ જોબ્સે આ મોબાઈલને આ જ સમય પર જનતા સામે પ્રસ્તુત કર્યો હતો.

* દુનિયામાં ત્રણ સૌથી કીમતી બ્રાંડ છે, જેમાંથી એક છે Apple.

* ફક્ત ૨૫ વર્ષની ઉમરમાં એપ્પલ કંપનીના દમ પર સ્ટીવ જોબ્સ કરોડપતિ બની ગયા હતા.

Comments

comments


19,666 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 13