દુનિયા ની અદભૂત મેટ્રો ટ્રેન – જાણવા જેવું

Metro is the world's first flyover and the road below

શહેરનું મોટુ સપનુ આજે પૂરુ થયું છે. હવે પિંક સીટીની નવી ઓળખ હશે મેટ્રો સિટી. માનસરોવર મેટ્રો સ્ટેશન પર મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આજે લીલી ઝંડી બતાવીને મેટ્રોને રવાના કરી હતી. જયપુર મેટ્રો દુનિયામાં પહેલી એવી ટ્રાફિક ત્રી સ્તરીય વ્યવસ્થા રહેશે જે બીજે ક્યાય નથી. જેમાં સૌથી નીચે વાહન, તેના ઉપર એલિવેટેડ રોડ અને તેના ઉપર મેટ્રો ચાલશે.

બે વાગ્યાથી જનતા માટે મેટ્રો

બપોરે બે વાગ્યા પછી જયુપરની જનતાએ મેટ્રોમાં મુસાફરી કરી . 9 સ્ટેશન પર આ મેટ્રો દોડશે. 1:45 વાગ્યે દરેક સ્ટેશનો પર ટિકીટ મળવાનું શરૂ થઈ ગયું હતું. માનસરોવર અને ચાંદપાલ પર ટ્રેન 2 મિનીટ સુધી રોકાશે. બાકી સ્ટેશનો પર યાત્રીઓની સંખ્યાના આધારે 30-40 સેકન્ડ મેટ્રો ઉભી રહેશે. 9 કિમીનું અંતર 23 મીનિટમાં કાપી શકાશે. આ ટ્રેનમાં એક સાથે 1100 યાત્રીઓ મુસાફરી કરી શકશે. મેટ્રોનું સંચાનલ રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે. જે દરમિયાન દર 10 મિનીટે લોકોને મેટ્રો મળશે.

Metro is the world's first flyover and the road below

મેટ્રોના ઈતિહાસમાં ત્રણ નવા રેકોર્ડ જે માત્ર ભારતમાં, દુનિયામાં બીજે ક્યાંય નહિ

ટ્રાફિકની થ્રી લેયર વ્યવસ્થા પહેલી વાર

પિંક સિટીમાં પહેલી વાર ટ્રાફિકની ત્રણ સ્તરીય વ્યવસ્થા રહેશે જે વિશ્વમાં બીજે ક્યાંય નથી. જેમાં સૌથી નીચે વાહનો ચાલશે, તેની ઉપર એક એલિવેટડ રોડ હશે અને સૌથી ઉપર મેટ્રો ચાલશે. મેટ્રો સીએમડી એન સી ગોયલે કહ્યું કે બેકોંકમાં એવિવેટેડ ઉપર મેટ્રો ચાલે છે પણ ત્યાં મેટ્રોની ઉપર મેટ્રો છે.

સિંગલ પિલર પર મેટ્રો સ્ટેશન

દરેક સ્ટેશનને એક લાઈનમાં ઉભેલા થાંભલા પર બનાવવામાં આવ્યા છે. જેથી સ્ટેશન માટે અલગ જમીનની જરૂર પડી નથી. ડિવાઈડર પર બનેલા આ થાંભલા પર સ્ટેશન છે. આ ટેક્નિકને કંટીલીવર ટેક્નિક કહે છે. તેનો પ્રયોગ દેશમાં પહેલી વાર જયપુરમાં થયો છે. જેના કારણે ભવિષ્યમાં રોડની પહોળાઈ વધારવાનો વિકલ્પ ખુલ્લો રહે છે.

જયપુર મેટ્રોમાં સૌથી શાર્પ કર્વ

જયપુર મેટ્રો દેશમાં પહેલી એવી સૌથી વધારે ઘુમાવદાર ટ્રેક પર ચાલશે. સ્ટેશનથી સિંધી કેમ્પ તરફ નીકળતાજ 120 રેડિયસનો કર્વ છે, જે સૌથી શાર્પ છે. આ કર્વથી યાત્રીઓને કોઈ ખતરો નથી પણ અહીં ટ્રેનની સ્પીડ સૌથી ઓછી 20 કિમી પ્રતિ કલાક હશે.

Metro is the world's first flyover and the road below

ત્રણ વાતો જે બનાવશે ખાસ

સૌથી આધુનિક કોચ

જયપુર મેટ્રોના કોચ વર્તમાનમાં દેશમાં ચાલી રહેલી દરેક મેટ્રોની સરખામણીએ સૌથી વધારે આધુનિક અને સુવિધાજનક કોચ છે. તેની આગલ અને પાછળના કોચમાં કોલિજન બીમ લાગેલા ચે. જેના કારણે અથડામણ થાય તો પણ મેટ્રો ક્યારેય ટ્રેક પરથી ઉતરશે નહિ. આ ઉપરાંત ટ્રેનમાં વ્હીમ માઉન્ટેડ ડિસ્ક બ્રેક છે જેના કારણે ઝટકા નહિ લાગે.

Metro is the world's first flyover and the road below

સ્ટેશન પર હશે રેન વોટર હાર્વેસ્ટિંગ

પાણીના સદુપયોગ માટે મેટ્રો પિલર અને સ્ટેશનને રેન વોટર હાર્વેસ્ટિંગ સાથે જોડવામાં આવ્યું છે. જેથી વરસાદના પાણીનો સદુપયોગ થાય. ટ્રેક પર આવનારા વરસાદના પાણીને પિલરની પાઈપ સાથે લગાવીને જમીન સુધી પહોંચાડવામાં આવશે.

80% ઈંધણથી થશે બચત

મેટ્રો પોલ્યુશન ફ્રી હશે. લોકો મેટ્રોનો ઉપયોગ કરશે જેથી વાહનોથી થતા પ્રદૂષણમાં પણ ફરક પડશે.

Metro is the world's first flyover and the road below

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,014 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 7