દુનિયાની આ અજીબોગરીબ જગ્યાઓ પર પણ રહે છે લોકો

આજે અમે તમને દુનિયાની અમુક અજીબો ગરીબ જગ્યાઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જે ફક્ત કુદરત અને માણસો વચ્ચેના સંબંધોને જ નથી દર્શાવતી, પણ તેમના વિશે જાણીને એ વિશ્વાસ પણ થઇ જશે કે માણસ કોઈ પણ જગ્યાને પોતાની જગ્યા બનાવી શકે છે.

રોસાનોઉ મોનેસ્ટ્રી, ગ્રીસ

people live strange places in the world | janvajevu.com

ગ્રીસ ના થેસ્લે વિસ્તારમાં ખંભેનુમા પહાડ પર આવેલું છે આ રોસાનોઉ મોનેસ્ટ્રી. ૧૫૪૫ માં આનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું. આને બે ભાઈયો મૌકીસમોસ અને લોઆસ્ફે મળીને બનાવ્યું. આમાં ચર્ચ, ગેસ્ટ ક્વાર્ટર, સ્વાગત હોલ, ડિસ્પ્લે હોલ સાથે રહેવાની વ્યવસ્થા છે. ૧૮૦૦ માં લાકડાનો પુલ બન્યા પછી અહી પહોચવું સરળ બની ગયું છે. રોસાનોઉ મોનેસ્ટ્રી ૧૯૮૮માં નનો ના એક નાનકડા સમુહમાં રહેવાનું સ્થાન બની ગયું છે.

હેન્ગીંગ મોનેસ્ટ્રી, ચીન

people live strange places in the world | janvajevu.com

ચીન માં 5 ખુબજ ખતરનાક પહાડો છે. જેમાંથી એક શાંજ્હી પ્રાંતમાં આવેલ હેંગ માઉનટેન છે. પહાડો ના કિનારા પર હવા માં ઝુલતા આ મકાનોને “હેન્ગીંગ મોનેસ્ટ્રી” ના નામ થી ઓળખાય છે. આની પાસે ગોલ્ડન ડ્રેગન નામની નદી પસાર થાય છે, તેથી આને જમીનથી અધ્ધર બનાવવામાં આવ્યું છે. જેથી પૂરને કારણે આને નુકસાન ન પહોચે. આ પ્રવાસીઓ ની મનપસંદ જગ્યાઓ માંથી એક છે.

સેટેનિલ ડી લાસ બોડેગાસ, સ્પેન

people live strange places in the world | janvajevu.com

સ્પેન ના ઇન્ડાલુસિયા પ્રાંત માં બનેલ આ ઘરોને જોતા એ માનવું સરળ થઇ જશે કે માણસ કોઈ પણ જગ્યાને પોતાનું રહેઠાણ બનાવી શકે છે. સેટેનિલ ડી લાસ બોડેગાસ નામના આ શેહેરમાં લગભગ ૩,૦૦૦ લોકોની વસ્તી છે. આને જોઇને વિશ્વાસ નો થાય કે  આ આખું શહેર પહાડોની નીચે વસેલું છે. આ નાનકડું શહેર કૈડીજ પ્રાંત ના ઉત્તર પૂર્વમાં લગભગ 157 કિલોમીટર દુર આવેલ છે.

અલ હઝરાહ, યમન

people live strange places in the world | janvajevu.com

યમન માં હરાજ પહાડો પર સૌથી ઉંચાઈ પર વસેલ આ દિવાલોનુ  શહેર છે. જે “હઝરાહ” ના નામ થી ઓળખવામાં આવે છે. આનો ઈતિહાસ નિશ્ચિત પણે બહુજ પ્રાચીન છે. સત્તાવાર તરીકે આને ૧૨મી સદી નો પહાડ માનવામાં આવે છે. દીવાલ જેવા દેખાતા આ મકાનોનું સમય સમય પર પુનઃનિર્માણ થતું રહે છે.

કપ્પાડોકિયા, તુર્કી

people live strange places in the world | janvajevu.com

તુર્કી ના પ્રાચીન અનાતોલીયા પ્રાંત માં આવેલી આ ખુબસૂરત જગ્યા નિશ્ચિત પણે માણસોના સૌથી જુના રહેઠાણો માંથી એક છે. કપ્પાડોકિયા ને જોઇને લાગે છે કે માનવ વિકાસ કેવા ક્રમ માં આગળ વધ્યું. છઠ્ઠી સદીના રેકોર્ડ એ જણાવે છે કે આ પારસી સામ્રાજ્યનું સૌથી જુનું પ્રાંત હશે. યુનેસ્કો એ આને વિશ્વ ધરોહર માં શામેલ કર્યું છે.

પોન્ટે વેકિયો, ઇટલી

people live strange places in the world | janvajevu.com

ઇટલીના ફીરેન્ડે શહેરનો આ એક યાદગાર પુલો માંથી એક છે. જેને “પોન્ટે વેકિયો” ના નામથી ઓળખાય છે. આ આર્નો નદી પર બનેલું છે. આ પુલ નું નિર્માણ ૧૩૪૫ માં થયું હતું. જયારે નદીમાં ચાલીને પાર કરવા માટે બનેલા બે પુલ પૂરના કારણે  ટુટી ગયા હતા. થોડા સમય બાદ આ પુલ પર ઘર અને દુકાનો બની ગઈ, જે સમય ની સાથે વધતી જાય છે.

મતમાતા, ટ્યુનીસીયા

people live strange places in the world | janvajevu.com

મતમાતા દક્ષિણ ટ્યુનીસીયા થી ૩૩૫ કિલોમીટર દુર વસેલું છે. આ આફ્રિકામાં રખડતી જનજાતિનું નાનું એવું રહેઠાણ છે. આ ગામમાં બનેલા ઘરોને જમીનમાં ખાડા ખોદીને બનવેલ છે. જે બિલકુલ માનવ સ્થાપિત ગુફાઓ જેવી દેખાઈ છે. આ ઘરો જમીન ની અંદર ગુફાઓ વડે એકબીજા સાથે જોડાયેલ છે. ૨૦૦૪ માં થયેલા સંસોધન અનુસાર અહીની જનસંખ્યા ૨,૧૧૬ હતી.

સીલેન્ડ

people live strange places in the world | janvajevu.com

આ જગ્યા રહેવા માટે ખુબ જ અજીબો ગરીબ છે. જેને એક નાના દેશના રૂપ માં નિર્ધારિત કરી શકાય. સમુદ્રની જે જગ્યાએ આ ઘર બનેલું છે, તેના પર કોઈપણ દેશનો અધિકાર નથી. કેટલાક વિવેચકો એ આને દુનિયાનું સૌથી નાનો સાર્વભૌમ રાજ્ય જણાવ્યું છે. સીલેન્ડ પર બનેલું આ સીફોર્ટ ગ્રેટ બ્રિટેન આઈલેન્ડથી ૧૩ કિલોમીટરના અંતરે આવેલો છે. થોડા સમય પહેલાં આ સીલેન્ડનો પાસપોર્ટ અને પોતાની મુદ્રા હતી.

કાસા ડો પેનેડો, પોર્ટુગલ

people live strange places in the world | janvajevu.com

પોર્ટુગલના ફેફ પહાડોમાં બનેલો આ ઘર ખુબ જ અદભુત છે. આનું નિર્માણ ૧૯૭૪માં એક એન્જિનિયરે કર્યું હતું. આ સ્થળ “સ્ટોન હાઉસ” ના નામથી ઓળખાય છે. આ ઘર ચાર બોલ્ડરો મળીને બનેલ છે. બારી, બારણાઓ અને છત ને છોડી દઈએ તો આ ઘર સમગ્ર પથ્થરોથી બનેલ છે. તેમ છતાં સ્ટોન હાઉસ ને લઈને કેટલીક વાર આ પણ કેહવાયું છે કે આનું ચિત્ર ફોટોશોપ થી બનાવેલી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,299 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 6 =