દુનિયામાં આપણને સુપર હીરોની કહાનીઓ હંમેશાંથી સંભળાવવા માં આવી છે. પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે આવા સુપર હીરો રીયલ લાઈફમાં પણ છે. જેમાંથી મોટાભાગના રીયલ સુપર હીરો પાસે જન્મથી જ આવી અજીબો-ગરીબ શક્તિ છે, જેને વૈજ્ઞાનિક પણ આજ સુધી નથી સમજી શક્યા. આજે અમે તમને આ લેખમાં 10 આવા જ રિયલ સુપર હીરો વિષે જણાવવાના છીએ.
મિસ્ટર ટીથ
મલેશિયા રહેવા વાળા રાથાકૃષ્ણન વેલુ ના દાંત તેમને સુપર પાવર નો અવોર્ડ આપે છે. વેલુ પોતાના દાંતથી આખી ટ્રેન ખેંચી શકે છે. આના માટે દુનિયાભરના ઘણા બધા રેકોર્ડ તેમના નામે થઈ ચૂકયા છે. ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, વેલુ એ 2008 માં ૨૬૦ ટન વજન વાળી ટ્રેનને 13 ફૂંટ સુધી પોતાના દાંતોથી ખેચી હતી.
મિસ્ટર ઈટર
ફ્રાંસના માઈકલ લોટીટો ના પેટની જાડાઈ સામાન્ય માણસથી બમણી છે. આના પેટમાં પચાવવાની શક્તિ અદભૂત છે. માઈકલ અત્યાર સુધી મેટલ, કાંચ અને પ્લાસ્ટિક ખાયને પચાવી ચુક્યો છે.
લાયન વિસ્પર
સાઉથ આફ્રિકામાં રહેનાર કેવિન રિચર્ડ્સન ની પાસે એક એવી અદભૂત શક્તિ છે કે, તેઓ ખૂંખાર જાનવરો ની સાથે વાતચીત કરી શકે છે. વાધ, ચિત્તો અને આવા ઘણા બધા ખૂંખાર જંગલી જાનવરોની પાસે જઈને ઈશારામાં વાત કરે છે. કેવિન આ જાનવરોની સાથે રમે પણ છે.
ટોર્ચર કિંગ
અમેરિકાના ટીમ ક્રિડલેન્ડ ના શરીરમાં એવી શક્તિ છે કે તેને ક્યારેય દર્દ નથી થતો. આના ઉપર અમેરિકાના ઘણા વૈજ્ઞાનિકો એ અભ્યાસ કર્યો છે, પરતું કોઈને આની પાછળ ની કારણ ખબર નથી પડી. અમેરિકાના ટીમ ક્રિડલેન્ડ પોતાની આ ક્ષમતાને શો માં પણ પ્રસ્તુત કરે છે.
આઈ પોપીંગ મેન
બ્રાજીલિયન ક્લોડીયો પિંટો ની પાસે એવો પાવર છે કે, તે પોતાની આંખોને 4 સેન્ટીમીટર સુધી બહાર કાઢી શકે છે. આનો અર્થ એવો છે કે તેની આંખ 95 ટકા બહાર આવી જાય છે. દુનિયામાં અત્યાર સુધી બીજું કોઈ વ્યક્તિ આવું કરી નથી શક્યો. તેથી ક્લોડીયો પિંટો ને સુપર પાવર માનવામાં આવે છે.
રબ્બર બોય
અમેરિકામાં રહેનાર ડેનિયલ બ્રાઉનીંગ સ્મિથ ને લોકો રબ્બર બોયના નામે ઓળખે છે. તેમનું શરીર જ તેમને સુપર પાવર બનાવે છે. સ્મિથ તેમના શરીરને જેમ ઈચ્છે તેમ વાળી શકે છે. સ્મિથ પર આધારિત અમેરિકામાં ઘણી સીરીયલ પણ બનાવવામાં આવી છે.
ધ બ્રેન
લંડન માં રહેનાર ડેનીલ ટેમેટ એ એક અંગ્રેજી રાઈટર છે. પરંતુ, આનું મેમરી પાવર એટલું વધારે શક્તિશાળી છે કે તેને વર્લ્ડ મેમરી ચેમ્પિયનશીપ માં ધણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા. માત્ર એક જ સેકન્ડમાં મેથેમેટિકલ ઇક્વેશન ઉકેલવા માટે પણ આને ઓળખવામાં આવે છે.
ધ મેન હુ નેવર સ્લીપ્સ
વિયેતનામ ના 64 વર્ષના થાઈ એન વર્ષ 1973 પછી ક્યારેય સુતા જ નથી. પરંતુ, આના શરીર પર કોઈ ખરાબ પ્રભાવ નથી પડ્યો. થાઈ પર પણ દુનિયાના ઘણા બધા વૈજ્ઞાનિકો એ રિચર્ચ કરી છે પરંતુ, કોઈ સાફ કારણ જણાવી શક્યું નથી. આના પછી લોકો આને સુપર પાવર હુમન માનવા લાગ્યા છે.
મેગ્નેટિક મેન
મલેશિયામાં 70 વર્ષના લીઉં થો લીન, પોતાના શરીર પાસે કોઇપણ મેટલ ઓબ્જેક્ટને ખેચી શકે છે. લીઉં ની પાસે એટલી બધી મેગ્નેટિક પાવર છે કે, તે તેનાથી કારોને પણ કંટ્રોલ કરી શકે છે.