દિવસે ને દિવસે વધી રહ્યો છે ‘પોકેમોન ગો’ નો ક્રેઝ, જાણો શું છે આ

a6a39f87-0deb-4f02-bfc8-5eee3e4aba71_xl

‘પોકેમોન ગો’ એક એન્ડ્રોઇડ ગેમ છે જે ભારતમાં લોન્ચ નથી થઇ છતાં પણ ભારતમાં દિવસેને દિવસે ઘૂમ મચાવી રહી છે. આ ગેમ પાછળ તો આજે લોકો ગાંડા થયા છે. ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ એવી એપ્લીકેશને લોકોને પહેલાથી મોબાઇલ ફોનના ગુલામ બનાવી દીધા છે. તેવામાં આ નવા ગેમિંગ પ્રોગ્રામનું નામ જોડાયું છે.

આજના ટેકનોલોજી યુગમાં યંગસ્ટર્સ પાસે સ્માર્ટફોન આવી ગયા છે તેથી દિવસે ને દિવસે મનોરંજન કરવા માટે કોઈને કોઈ ગેમ શોધી જ કાઢે છે. ૨૦ વર્ષ પહેલા આવેલ ‘પોકેમોન’ નામના એક કાર્ટુન સીરીઝ પરથી ‘પોકેમોન ગો’ ગેમનું નામ પડ્યું છે. આ ગેમને ‘નીંટીક લેબ્સ’ નામની કંપનીએ બનાવી છે.

શું છે ‘પોકેમોન ગો’?

pokemon-go

પોકેમોન એક ગેમ છે જેણે આપણા લોકેશન મુજબ રમી શકાય છે. આ ગેમને રમવા માટે મોબાઇલમાં કેમેરો, જીપીએસ અને ઈંટરનેટ હોવું ખુબજ જરૂરી છે.

આ એપ ભારતમાં લોન્ચ નથી થઇ તેથી જો તમારે આની મજા માણવી હોય તો આની Apk ફાઈલ બનાવીને તમે રમી શકો છો. હાલમાં પોકેમોન સાથે જોડાયેલ ઘટના સામે રહી છે કે જેમકે, કોઈક રમતા-રમતા પાણીમાં પડી ગયા, કોઈ કોઈ બીજાના ઘરમાં ઘુસી ગયા વગેરે…

‘પોકેમોન ગો’ એક ‘ઓર્ગ્મેન્ટ રિયાલિટી એપ્લિકેશન’ છે. આ ગેમમાં પ્લેયર્સને ડીજીટલ પોકેમોન ને અસલી દુનિયામાં ફરતો હોય તેણે પકડવાનો હોય છે. ‘એન્ગ્રી બર્ડ્સ’ ની લોકપ્રિયતાને ટક્કર આપનાર આ ગેમ હાલમાં એટલી વધી લોકપ્રિય બની ગઈ છે કે કંપનીનું સર્વર પણ વારંવાર ક્રેશ થઇ રહ્યું છે.

કેવી રીતે આને રમાય?

pokemon-battel-ios

‘પોકેમોન ગો’ એક અસલી અને સાહસિક દુનિયા છે. આને રમવા માટે ફોનના કેમેરાને કોઈ એક જગ્યાએ પોઇન્ટ કરો અને તેની સામેની જગ્યાએ ઉભેલો એક પોકેમોન આવી જશે. ઉદાહરણ તરીકે જો તમે તમારા ઘરની સામેના રસ્તા પર પોઇન્ટ કરેલ છે તો રસ્તામાં ઉભેલ પોકેમોન નો કોઇપણ કેરેક્ટર દેખાશે. તમારે તેને કેચ કરવાનો હોય છે. પોકેમોનને મેળવવા માટે તમારે ખુબ મહેનત કરવી પડે છે.

જો તમે પોકેમોન સાથેની આ લડાઈમાં જીતી ગયા તો પોકેમોન તમારો. આ મોબાઈલ ફોન ગેમમાં લોકો વર્ચ્યુઅલ દુનિયામાં અલગ-અલગ ચહેરાવાળા નાના-નાના શેતાનોને પકડે છે અને તેને એકબીજા સાથે લડાવે છે. આ રીતે તેમના પોઈન્ટ વધે છે.

બાળકો થી લઈને મોટા પુરુષો પણ પોકેમોન પાછળ દીવાના છે. આ ગેમ એટલી બધી પોપ્યુલર બની રહી છે કહેવાય છે કે આ ટ્વીટર યુઝર્સનો પણ રેકોર્ડ તોડી નાખશે. જોકે, આને ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપના અમુક ભાગમાં જ લોન્ચ કરવામાં આવી છે.

તમે જયારે પણ આ ગેમ રમો ત્યારે ગુગલ એકાઉન્ટથી તમારે સાઈન ઇન થવું પડશે. ત્યારબાદ તમે તમારો અવતાર પસંદ કરી કલર્સ, એડ્રેસ અને ઘણી બધી વસ્તુઓને સિલેક્ટ કરી શકો છો. આની કમાણી અંગે જાણીને તમે ચોકી જ જશો. એક અનુમાન પ્રમાણે ‘પોકેમોન ગો’ દ્વારા કંપનીને 39-49 લાખ ડોલર એટલે કે લગભગ 33 કરોડ રૂપિયા પ્રતિદિવસે કમાણી કરી રહી છે.

આને 6 જુલાઈ પછી કંપનીએ માર્કેટ કેપમાં લોન્ચ કરી હતી. આજે કંપનીની માર્કેટ કેપ 4240 કરોડ ડોલર એટલે કે 2.86 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે.

‘પોકેમોન’ 1995 માં અસ્તિત્વમાં આવ્યું હતું. જયારે આને વિડીયો ગેમમાં લોન્ચ કરવામાં આવ્યું ત્યારે આ ગેમથી પ્રભાવિત થઇ કોમિક બુક્સ, ફિલ્મ્સ, ટીવી સીરીઝ અને હવે મોબાઇલ ગેમ્સ પણ બની ચુકી છે.

Comments

comments


10,338 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 2 =