અંકિત કેસરીને શ્રદ્ધાંજલિ આપતો ગૌતમ ગંભીર
આઇપીએલ સીઝન 8ની 30મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપરકિંગ્સના ખેલાડીઓએ દિવંગત અંકિત કેસરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે બીસીસીઆઇના અધ્યક્ષ જગમોહન દાલમિયા, સૌરવ ગાંગુલી, કોલકાતા નાઇટ રાઇડર્સના કો ઓનર જય મહેતા હાજર રહ્યાં હતા. દરમિયાન જગમોહન દાલમિયાએ અંકિત કેસરીના પિતા રાજ કેસરીને ચેક અર્પણ કર્યો હતો.
સાથી ખેલાડી સાથે ટકરાવવાથી થયુ હતુ મોત
કોલકાતાનો માત્ર 20 વર્ષનો અંકિત કેશરી તેના સાથી ખેલાડી સાથે ટકરાતા તેનું મોત નીપજ્યું હતું. અંકિત ઈસ્ટ બંગાળ ક્લબનો ખેલાડી હતો. પ્લેઈંગ-11માં પણ નહોતો. 12મા ખેલાડી તરીકે ટીમમાં હતો. રેલવે રણજીના ઓલરાઉન્ડર અર્નબ નંદીએ બ્રેક લીધો હતો અને અંકિતને અર્નબના સ્થાને જ મેદાનમાં ઉતારાયો હતો.
દૂર્ઘટના કઇ રીતે બની હતી
અંકિત કવર પર હતો. બેટ્સમેને ઊંચાઈએ દડો ઉછાળતા તેને કેચ કરવા દોડ્યો. સૌરવ મંડલ પણ દોડ્યો. બંને એકબીજાને જોઈ ન શક્યા. સૌરવનો ઢીંચણ અંકિતના મોં અને ગળાના ભાગે વાગ્યો. અંકિતના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. તે બેભાન થઈ ગયો. સૌરવને પણ ઈજા પહોંચી હતી.
અંકિત કેસરીને શ્રદ્ધાંજલિ આપતો ઇશ્વર પાંડે
અંકિત કેસરીના પિતાને ચેક અર્પણ કરતા જગમોહન દાલમિયા
સૌરવ ગાંગુલી, ગૌતમ ગંભીર સહિતનાઓએ આપી શ્રદ્ધાંજલિ
સૌજન્ય
દિવ્ય ભાસ્કર