જનરલી દાડમ બધા જ ખરીદી શકે તેવું ફળ છે. આમાં લાલ રંગના રસીલા દાણા ભરેલ હોય છે. દાડમએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દુનિયાના ગરમ દેશોમાંથી મળી આવે છે. દાડમ માં ભરપુર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, વિટામિન્સ અને ખનીજ મળી આવે છે.
* 100 ગ્રામ દાડમ ખાવાથી આપણા શરીરને લગભગ 65 કિલો કેલરી ઉર્જા મળે છે. ઘણી બધી આયુર્વેદીક દવા બનાવવા માટે પણ દાડમનો ઉપયોગ કરવામાં આવે છે.
* દાડમ ખાવાથી ત્વચાનું કેન્સર, સ્તન કેન્સર, પ્રોટેસ્ટ ગ્રંથીનું કેન્સર અને પેટમાં અલ્સરની સંભાવના વગેરે જેવા રોગો ઘટાડવાની ક્ષમતા ઘરાવે છે. આ એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન્સ થી ભરપુર હોય છે, જે આપણા શરીરના કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે.
* દાડમ ખાવાથી સ્વાસ્થ્ય ને ઘણા બધા ફાયદાઓ થાય છે. આનાથી ખીલ, વધતી ઉમરનો પ્રભાવ, ત્વચામાં પીએચ બેલેન્સ, મજબુત કોશિકાઓ, માથાનો ખોડો, અધિક માસિક સ્ત્રાવ, વારંવાર પેશાબ આવવાની સમસ્યા અને સૂર્યના કિરણોનો પ્રભાવ વગેરે જેવી સમસ્યાને થતી અટકે છે.
* દાડમના દાણા ખાવા સિવાય તેની છાલ ખાવાથી પણ સ્વાસ્થ્યને ખુબ જ ફાયદાઓ થાય છે. દાડમની છાલ ટોન્સિલ, હૃદય રોગ, મોઢાની કરચલીઓ, ખાસી અને નસકોરી ફૂટવી વગેરે દુર કરે છે.
* જયારે તમારા મોઢામાં બેડ સ્મેલ આવતી હોય ત્યારે દાડમની છાલ ચાવવાથી કે મોઢામાં રાખી મુકવાથી દુર થાય છે. આના કારણે આને પ્રાકૃતિક માઉથ ફ્રેશનર માનવામાં આવે છે. આ સિવાય તમે આની છાલને પાણીમાં ઉકાળીને કોગળા પણ કરી શકો છો.
* સૂકાયેલ દાડમની છાલનું ચૂરણ બનાવીને દિવસમાં બે થી ત્રણ વાર એકાદ ચમચી જેટલું ખાવાથી વારંવાર થતી પેશાબ જવાની સમસ્યા દુર થાય છે.
* દાડમનું જ્યુસ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. દાડમનું જ્યુસ પેટને મુલાયમ રાખે છે. આના સેવનથી પેટ રોગમુક્ત થઇ ઠીક રહે છે.
* દાડમ ખાવાથી દાંત સબંધિત સમસ્યા દુર થાય છે. દાડમ થી હાર્ટ અટેક અને સ્ટોકના ખતરાને ઘટાડી શકાય છે.
* દાડમ લોહીમાં આયરન ની કમી ને દુર કરે છે અને એનિમિયા (અરક્તતા) જેવી બીમારીઓથી છુટકારો આપે છે.
* માનવામાં આવે છે કે જો ગર્ભવતી મહિલા દાડમનું જ્યુસ કરીને પીવે તો તે અને તેમનું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.