દાંતમાં સતત રહે છે દુખાવો? તો આ રહ્યાં તેના કુદરતી ઉપચારો

દાંતમાં સતત રહે છે દુખાવો? તો આ રહ્યાં તેના કુદરતી ઉપચારો - Janસામાન્ય રીતે ઘણી સમસ્યા વધતી ઉંમરની સાથે જોવા મળતી હોય છે પરંતુ હવેના સમયમાં તે જરૂરી નથી. લાઈફ સ્ટાઈલમાં જંક ફૂડનું પ્રમાણ વધી જવાના કારણે અથવા ખૂબ સ્પીડી લાઈફમાં દાંતની પુરતી સફાઈ ના થવાના કારણે પણ દાંતનો દુખાવો સામાન્ય થઈ ગયો છે. દાંતની પીડા મટાડવા માટે ઘણાં આર્યુવેદીક અને કુદરતી ઉપચારો છે.

ઘણાં બધાં કુદરતી આયુર્વેદિક દર્દ શામકો જેવા કે રાઈ, કાળાં મરી અથવા લસણ જેનો ઉપયોગ દાંતનાં દુખાવાની રાહત માટે અસરકારક રીતે થઈ શકે છે.

Beautiful casual woman with toothache

નીચે મુજબનાં સૂચનો દ્રારા તમને દાંતનાં દુખાવાનાં કુદરતી ઉપચાર માટે કેવી રીતે અને શું કરવું તેની માહિતી મળશે.

  • લવિંગનાં તેલને દાંતનાં દુખાવાનાં સૌથી અસરકારક ઉપચાર તરીકે ગણવામાં આવે છે. લવિંગનાં તેલમાં ચપટી કાળાં મરીનાં ભૂકાને મિશ્ર કરી દુખાવો થતાં ભાગ પર લગાવવું.
  • સરસવનું તેલ એ દાંતનો દુખાવો ઓછો કરવાનો અન્ય એક વિકલ્પ છે. સરસવનાં તેલને ચપટી મીઠાં સાથે મિશ્ર કરી પેઢાંનાં દુખતાં ભાગ પર ઘસવું જોઈએ.
  • લીબુંનાં રસનાં ઉપયોગથી પણ દાંતનો દુખાવો ઓછો કરી શકાય છે.
  • તાજી કાપેલી ડુંગળીનાં કટકાને દુખતાં પેઢાં અથવા દાંત પર મુકવાથી પણ દુખાવામાં રાહત થાય છે.
  • દાંતનાં દુખાવા માટે ઘરે બનાવી શકાય તેવો માઉથવોશ સ્થાનિક વનસ્પતિઓ જેવી કે ઝેરગુલ, હીરાબોલ વગેરેનો ઉપયોગ કરી બનાવી શકો છો. આ ઉપરાંત અન્ય ઔષધિય વનસ્પતિઓમાં તુલસી, વન તુલસી અને હિંગનો સમાવેશ થાય છે.
  • સૂકા બરફનાં ટુકડાંને મોંની બહારની બાજુથી લગાડવાથી પણ દાંતનાં દુખાવાને શાંત પાડી શકાય છે.
  • જો તમે અચાનક દાંતનાં દુખાવાથી પીડાતાં હોવ તો તમારે અતિશય ઠંડા, અતિશય ગરમ અને ગળ્યાં ખાદ્ધ પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ કારણકે તે દૂખતા દાંતને વધુ નુકશાન પહોંચાડે છે.
  • ખાવાપીવાની બાબતોની કાળજી રાખવી જોઈએ તથા ખાવામાં મોટેભાગે શાકભાજી, ફળો તથા અનાજનો ઉપયોગ કરવો જોઈએ. જંકફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ.

smiley girl face graphic

Comments

comments


4,880 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 15