કેરી ને ભારતમાં ફળો નો રાજા કહેવામાં આવે છે. ભારતના સ્વાદિષ્ટ રસીલા ફળો માંથી આ પૌષ્ટિક ફળ ખુબ જ ફાયદાકારક છે. પાકી કેરી માંથી લોકો મેંગો શેક, આઈસ્ક્રીમ, જેમ, જેલી અને અન્ય વ્યંજનો બનાવે છે. આમાં જીંક, પોટેશિયમ, કોપર, સેલેનીયમ વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે.
* કેરીમાં ફાઇબર અને વિટામિન ‘સી’ યોગ્ય માત્રામાં હોય છે. આ ગ્રંથી માં થતા કેન્સર થી પણ બચાવે છે.
* દુધમાં કેરીનો રસ મેળવીને પીવાથી શરીર ની દુર્બળતા દુર થાય છે.
* એક ગ્લાસ દુધ તથા એક કપ કેરીના રસમાં એક ચમચી મધ નાખીને સવારે-સાંજે પીવાથી લોહીની કમી ઓછી થાય છે.
* કેરીમાં વિટામીન ‘એ’ ભરપુર માત્રામાં હોય છે, જે આંખો માટે વરદાન રૂપ સાબિત થાય છે. આનાથી આંખો ની રોશની વધે છે.
* પાકી કેરીમાં ઘણા બધા ઇન્ઝાઇમ્સ હોય છે, જે પ્રોટીન તોડવાનું કામ કરે છે. આનાથી ભોજન સરળતાથી અને જલ્દીથી ડાયજેસ્ટ થઇ જાય છે.
* કેરી ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે.
* ઘણી રીસર્ચમાં એ સાબિત થઇ ચુક્યું છે કે કેરી ગરમીમાં થતા સ્ટ્રોક ના જોખમ થી બચાવે છે. આ ઉપરાંત આયુર્વેદમાં પણ આને તડકાના પ્રભાવથી બચાવતું ફળ કહેવાયું છે.