સ્વાસ્થ્ય માટે હાનીકારક છે દવા?

Do not have the habit of drugs, stay healthy body as possible out of the liquid

હોર્મોનના કારણે મનુષ્યોના શરીરમાંથી અલગ-અલગ માત્રામાં પરસેવો નીકળે છે. કેટલાંક લોકોને વધુ પરસેવો વળે છે તો કેટલાંક એવા લોકો હોવ છે જેમને શારીરિક શ્રમ કર્યા બાદ થોડો પણ પરસેવો નથી છૂટતો.

શર્ટ પર પરસેવાના ડાઘ હોય કે પછી તેની દુર્ગંધ, શરીરના પરસેવાનું નામ સાંભળી આ બધી વાતો મગજમાં આવી જતી હોય છે પરંતુ સામાન્ય રીતે પરસેવો આવવો જેટલું સ્વાભાવિક છે એટલું જ તે આપણા આરોગ્ય માટે પણ જરૂરી છે. આપણા શરીરનો પરસેવો વજન ઘટાડવાથી લઈને શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા સુધી ઘણી રીતે આપણા માટે લાભકારક છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

Do not have the habit of drugs, stay healthy body as possible out of the liquid

પરસેવાની સાથે શરીરમાં રહેલી વધારાની કેલરી પણ બર્ન થાય છે. આ જ કારણ છે કે વજન ઘટાડવા માટે કસરત અથવા સ્ટીમ બાથ લેવામાં આવે છે. જેથી આવું કરવાથી જેટલો વધુ પરસેવો પડે છે તેટલી જ કેલરી પણ બર્ન થાય છે.

શરીરની સફાઈ

શરીરમાંથી કેટલાક તત્વો નિકળવા બહુ જ જરૂરી હોય છે. જો એ શરીરમાંથી ન નિકળે તો શરીર રોગિષ્ઠ બની જતું હોય છે. જેથી શરીરમાં એકત્રિત થયેલા કેટલાય ટોક્સિસ તત્વો પરસેવા સાથે આપણા શરીરમાંથી બહાર નિકળી જાય છે. જેનાથી કિડની, લિવર અને આંતરડાની પણ સફાઈ થાય છે અને તેનાથી સંબંધિત રોગો સામે પણ રક્ષણ પ્રાપ્ત થાય છે.

તણાવથી છુટકારો

Do not have the habit of drugs, stay healthy body as possible out of the liquid

તણાવથી છુટકારો મેળવવા માટે પણ પરસેવો પાડવો જરૂરી છે. આ જ કારણ છે કે, તણાવ થાય ત્યારે કસરત અને શારિરીક શ્રમ કરવાની સલાહ આપવામાં આવે છે. જેથી શરીરમાંથી પરસેવો પડે અને શરીરનો તાપમાન ઘટે. આટલું કરવાથી તણાવ દૂર થાય છે.

પરસેવાને કારણે વાસ કેમ આવે છે

પરસેવો દુર્ગંધવાળો હોય છે એટલે જ ડિઓ અને સેન્ટનો ઉપયોગ થતો થયો છે. તમે પણ તમારા શરીરના પરસેવાની વાસને દૂર કરવા માટે સુગંધિત ડિઓ વાપરી શકો છો પણ તમારા માટે એ જાણવું બહુ જરૂરી છે કે આખરે શરીર પર આટલો પરસેવો છુટે છે શા માટે તથા તે આટલો દુર્ગંધવાળો શા માટે હોય છે.

ખરાબ ડાયટ

Do not have the habit of drugs, stay healthy body as possible out of the liquid

જો તમારું ભોજન બહુ વધારે ઓઇલી કે મસાલેદાર હોય તો આ સમસ્યા સર્જાઇ શકે છે. રેડ મીટ, મસાલા અને લસણ જેવી વસ્તુઓ એવી છે જેના સેવનથી શરીરમાંથી પરસેવાની વાસ તીવ્ર આવે છે. માટે તમારા ભોજનમાં વિટામિન અને મિનરલવાળા આહાર સામેલ કરો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,308 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 7