યુવતીઓ માટે જરૂરી પુસ્તક

She is required to read each of the 18 bookShe is required to read each of the 18 book

આજના ટેક્નોલોજીના જમાનામાં જ્યારથી લોકો મોબાઈલ અને ક્મ્પ્યૂટર ઘેલા બની ગયા છે ત્યારથી વાંચનનો શોખ ભૂલાતો ગયો છે. આજે કોઈને વાંચન માટે પ્રેરણા આપવી એ કદાચ સૌથી મોટુ પુણ્યનું કામ કર્યું એવું ગણવામાં આવે તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી. એક સર્વે કહે છે કે પુરૂષો કરતાં મહિલાઓ વાંચનનો વધુ શોખ ધરાવે છે.

તમે કોઈપણ પુસ્તક પ્રેમીને એ સવાલ કરો કે વાંચન ક્યારે કરવું જોઈએ તો તેનો જવાબ મળશે કે જ્યારે તમને સમય મળે ત્યારે. હવે એને થોડું વિસ્તારીને જો કરેવું હોય તો કહી શકાય કે રાત્રે સૂતા પહેલા મળેલી નવરાશની થોડી મિનિટો કે પછી તમે ક્યાંક બસમાં જઈ રહ્યા હો ત્યારે કલાકો લાંબી એ મુસાફરી દરમિયાન કે પછી રજાના દિવસે મળેલી નવરાશનો આખો દિવસ તમે પુસ્તક વાંચન માટે ફાળવી શકો છો.

વાંચન શા માટે

કેટલાકને એવો સવાલ થાય કે આજના મોબાઈલ યુગમાં વાંચનની શું જરૂર છે. તો તેઓ જાણી લે કે મોબાઈલ પર ટેક્સ મેસેજથી કે વોટ્સએપ ચેટીંગથી જે નથી આવતું તે વાંચનથી આવી શકે છે, પુસ્તકોથી તમારામાં સર્જનાત્મકતા ખીલી ઉઠે છે અને તે તમારા મનના વિકાસને વધુ પ્રબળ બનાવે છે અને સૌથી મોટી વાત એ છે કે એનાથી તમને હળવાશનો પણ અનુભવ થાય છે. જો તમે નોવેલ વાંચતા હો તો તેમાં વર્ણવેલા દૃશ્યોને કારણે તમને એ સ્થલે જવાની પ્રેરણા મળી શકે છે, સાથે જ તમે શબ્દોના સથવારે એ સમયગાળામાં પણ ફરી આવો છો અને જે આપણે કદી વિચારી નથી શકતા એવા કાલ્પનિક વિશ્વને નજર સામે અનુભવી શકીએ છીએ.

પુરૂષો કરતાં મહિલાઓ વાંચનની શોખીન

જો દેશભરમાં વેચાતા પુસ્તકોના આંકડાને ધ્યાને લેવામાં આવે તો તમને જાણીને આશ્ચર્ય થશે કે પુરૂષો કરતા મહિલાઓ વાંચનની વધુ શોખીન હોય છે. દેશભરમાં વેચાતા પુસ્તકોમાં 64 ટકા હિસ્સો મહિલાઓનો છે. આ આંકડાને ધ્યાને લઈને હફપોસ્ટ વુમન વેબસાઈટ દ્વારા વાંચનનો શોખ ધરાવતી યુવતીઓ માટે એવા 18 પુસ્તકોની યાદી તૈયાર કરવામાં આવી હતી કે જે ખરેખર તેમણે વાંચવી જ જોઈએ. આ તમામ પુસ્તકો અંગ્રેજીમાં છે અને તે વાંચ્યા બાદ યુવતીઓની પોતાના અંગેની જે વિચારસરણી છે તે ચોક્કસ જ બદલાઈ જશે. આ પુસ્તકોની યાદી હફપોસ્ટના એડિટર્સ અને તેમના ફેસબુક ઓડિયન્સના ચુનંદા લોકો દ્વારા તૈયાર કરવામાં આવી છે.

1 ધ બલ્યુએસ્ટ આઈ – ટોની મોરિસન

She is required to read each of the 18 book

ધ બ્લ્યુએસ્ટ આઈ વાંચવાથી આજની યુવતીઓને એ ચોક્કસ જ પ્રેરણા મળે છે કે તેઓ ખરેખર સુંદર જ છે. આ પુસ્તકને કારણે સુંદરતા અંગે આજના સમાજે જે અમુક માન્યતાઓ રાખી છે તેનાથી વિપરિત એ સુંદરતાને આલેખે છે. ચેનલ પાર્ક નામક સ્ટાઈલીસ્ટ કહે છે કે આ પુસ્તકને વાંચીને ખાસ કરીને જ્યારે ગોરા લોકોથી પ્રભાવિત વિસ્તારોમાં હોવા છતાં એક બ્લેક યુવતી તરીકે મારામાં ઘણું પરિવર્તન આવ્યું છે. પુસ્તકને કારણે હવે હું અન્ય કોઈની નજરે કેવી દેખાઉં છુ એની નહી પણ મારે કેવા દેખાવું ચે તેની દરકાર રાખું છું

2 ધ બેલ જાર – સિલ્વિયા પ્લાથ

She is required to read each of the 18 book

આજની યુવતીઓની જીંદગી કેરિયર, પ્રેમ, આકાંક્ષા અને બાળક આ ચાર બાબતો પર આધારિત રહે છે. એકતરફ કેરિયર મહત્વની હોય છે તો બીજી તરફ આ સાથે જ તેમની મહાત્વાકાંક્ષા પણ પ્રબળ હોય છે આવા સમયે તેમના માટે પ્રેમ અને બાળકો એ બાબત પણ મહત્વની ઠરે છે. આ બધા વચ્ચે અટવાયેલી પુસ્તકની નાયિકા અંતે ભૂખે મરવાનો વિકલ્પ પસંદ કરે છે. આ સંબંધે હફપોસ્ટની ફેસબુક ઓડિયન્સમાંની એક એવી જેસી બટલર કહે છે કે મારા મતે આ પુસ્તક તમામ મિહલાએ જ્યારે સમય મળે ત્યારે ત્યારે વાંચવી જોઈએ. એકવાર નહીં પણ વારંવાર વાંચવી જોઈએ.

3 હાઉ શુડ અ પરસન બી?- શૈલા હેતિ

She is required to read each of the 18 book

આ પુસ્તક આજની તમામ યુવતીઓની વિચારસરણીનું એક સાચુ પ્રતિબિંબ રજૂ કરે છે. મહાત્વાકાંક્ષા, ખુદ પરનો અવિશ્વાસ અને સફળતા બાબતની જટિલ લાગણીઓ વચ્ચે અટવાતી આજની યુવતી માટે આ પુસ્તક ખરેખર યોગ્ય વિચારધારા પુરી પાડી શકે છે. હફપોસ્ટના તંત્રી વિભાગની મેરેડિથ મેલ્નીક કહે છે કે મહિલા મિત્રો વચ્ચે આત્મીયતા, સમસ્યા અને એકબીજા પ્રત્યેની દયાની લાગણીને આ પુસ્તક જે રીતે દાખવે છે તેવું મેં આજ સુધી કોઈ પ્રિન્ટ મિડિયામાં જોયુ નથી.

Comments

comments


5,817 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 15