માતા-પિતા અને બાળકનો રિશ્તો અનેરો હોય છે. દરેક માતા-પિતા ને પોતાનું બાળક પ્રાણ થી પણ વધુ વ્હાલું હોય છે. માતા-પિતા હંમેશા એવું ઈચ્છતા હોય છે કે તેનું બાળક હંમેશા તંદુરસ્ત રહે. પોતાના બાળકનું જતન કરવા માટે તેઓ દરરોજ અવનવા નુસખા અપનાવતા હોય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે તેની તંદુરસ્તી જળવાઈ રહે તે ખુબ જ જરૂરી છે. તેની માટે બાળક સાથે સંકળાયેલી દરેક પ્રવૃત્તિ માં રસ લેવો જોઈએ. તે પછી રમત-ગમત હોય કે અન્ય ઈતર પ્રવૃત્તિ. જો બાળક ની પસંદગી તમને ખબર પડી જાય તો તમે તેને સહેજે રમાડતા રમાડતા તેની તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકો.
બાળકો ને ટેસ્ટી જમવાનું ખુબ જ પસંદ હોય છે. તેમાં પણ જો સ્વાસ્થ્ય વર્ધક સમતોલ આહારનો સમાવેશ કરવામાં આવે તો બાળકને જરૂરી બધા જ પોષક તત્વો તેમાંથી મળી રહે છે. તેને સવારનો નાસ્તો કરાવવાનો કદી ભૂલશો નહી. ફળો અને શાક્ભાજી તેમજ તેની મનપસંદવાનગી ને અવનવી રીતે મસાલેદાર બનાવી ને ખવડાવવાથી તેને પુરતું પોષણ મળે છે.
બાળક સ્વભાવે રમતિયાળ હોય છે. તેથી તેની મનપસંદ રમત રમાડવાની હેબીટ પડાવો. બાળક ની મનપસંદ રમત જેમ કે ક્રિકેટ, સ્વીમીંગ, કરાટે, જીમનાસ્ટીક જેવી રમતોમાં તેને પ્રોત્સાહન આપો. આનાથી તમારું બાળક ફીઝીકલ રીતે આપો આપ ફીટ રહેશે.
બાળકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે ખુબ જરૂરી છે તેથી તેને દિવસમાં જેમ બને તેમ વધુ પાણી પીવડાવો. પાણી થી બાળકના શરીરની કેલેરી જળવાઈ રહે છે.
બાળક ના શારીરિક વિકાસ ની સાથે સાથે માનસિક વિકાસ નો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે તેને પઝલ, વાંચન, ઉખાણા વગેરે શીખવાડો જે તેનો માનસિક વિકાસ કરવામાં મદદરૂપ થશે.
અપૂરતી તેમજ વધારે સુઈ રહેવાની ટેવ બાળકની તંદુરસ્તીમાં વિક્ષેપ કરે છે. તેથી નિયમિત અને જરૂરી ઊંઘ બાળકને મળી રહે તેની કાળજી રાખી તેની હેબીટ પડાવવી જોઈએ.
શારીરિક અને માનસિક વિકાસ બન્ને રીતે પોતાનું બાળક તંદુરસ્ત અને મિલનસાર થાય તે માટે તેના ફ્રેન્ડ સર્કલમાં સાથ-સહકારઆપવો , વાતચીત કરવી, કોયડા ઉકેલવા વગેરેમાં તેને વધુ રસ પડે તેની કાળજી રાખો. જો આવી નાની નાની બાબત પણ જો ધ્યાનમાં રાખવામાં આવે તો તમારું બાળક હંમેશા ફીટ, તંદુરસ્ત અને હેલ્ધી રહેશે.