દરેક પરિવારે વાચવાજેવું અને અમલ કર્વાજેવું…

kc8oE8pEi

“મમ્મી આ પિયર શું હોય? ” – સામેની બર્થ પર એક નાની માંજરી આંખોવાળી ઢીંગલી પૂછી રહી એની મમ્મીને..

“બેટા.. પિયર એટલે…. મમ્મીના પપ્પાનું ઘર!” – પોતાની લાડલીની ચોટી સરખી કરતા મમ્મીએ સરળ શબ્દોમાં જવાબ આપ્યો.

“પણ મમ્મી, નાનાજી તો ભગવાનદાદા પાસે જતા રહ્યા છે.. તો તારું પિયર ભગવાનદાદાનું ઘર એટલે કે ટેમ્પલ કેહવાય?”- આંખો પટ-પટાવતા સંપૂર્ણ નિર્દોષતાથી એ ઢીંગલી પૂછી રહી.

“નાં બેટા, તારા મામાનું ઘર છે ને, એ પહેલા નાનાજીનું ઘર હતું- એટલે એ મમ્મીનું પિયર કહેવાય.”- ફરી શક્ય એટલા ઓછા શબ્દોમાં મમ્મીએ જવાબ આપ્યો, જવાબમાં જેટલા વધુ શબ્દો એટલા જ વધુ પ્રશ્નો -એ સમઝીને જ તો!

“મમ્મી, આપણે દર વેકેશનમાં મામાનાં ઘેર જઈએ ત્યારે તું કેટલી જુદી હોય. સવારે નિરાંતે ઉઠે. બધું કામ કરતા-કરતા મસ્ત મઝાના ગીતો ગાતી જાય, બપોરે મામા પાસે પિક્ચરની સીડી મંગાવીને પિક્ચર જુવે, સાંજે કામ કરતા કરતા અમને કેટલી સ્ટોરીઝ કરે.. મામાના કબાટમાંથી શોધી શોધીને બુક્સ કાઢીને રાતે જાગી જાગીને વાંચે… મને બૌ ગમે જયારે તું આ બધું કરે.. તું એકદમ ખુશ અને બ્યુટીફૂલ લાગે મમ્મી.”- માંડ નવ-દસ વર્ષની ટબુડી એ વાત જોઈ ગઈ જે કદાચ આપણો પુખ્ત સમાજ જોઈ કે સમઝી નથી શકતો…

“બેટા હું મામાનાં ઘેર કે દાદાના ઘેર, બધે જ ખુશ જ હોઉં છું… ”- દીકરીના અણધાર્યા લાગણીભીના શબ્દો મમ્મીને નિશબ્દ કરી ગયા.

“હા મમ્મી , તું આમ તો ખુશ જ હોય છે પણ… દાદા નાં ઘેર તું ક્યાંક ખોવાઈ જાય છે. આખો દિવસ મારા, પપ્પા કે દાદા-દાદી માટે આમ તેમ દોડ્યા જ કરે છે.. તું ખુશ હોય છે ખરી પણ એવી “જુદી ખુશ” નહિ જેવી તું મામાના ઘેર હોય છે … એવું કેમ હોય મમ્મી?” – નાની ઢીંગલીના સવાલનો મમ્મી પાસે કોઈ જવાબ નાં હતો.. દીકરીને છાતીસરસી ચાંપીને મમ્મી હસી રહી, પોતે ખુશ છે એ બતાવવા…

_89840111_cookie

આવો………………………….આપણા કુટુંબની સ્ત્રીઓ -માત્ર વેકેશનની થોડી ક્ષણો નહિ, આખી જીન્દગી દિલથી જીવી અને માણી શકે એવા સમાજનું ઘડતર કરીએ…..આરામ કરવા, શ્વાસ લેવા, હળવા થવા કે પછી મન ભરીને પોતાના શોખ પુરા કરવા પિયર જવાની રાહ નાં જોવી પડે- એવા “ઘર” આપીએ દરેક સ્ત્રીને!

પિતા, પતિ કે પુત્રની મરજી અને અસ્તિત્વથી અલગ પોતાનું નોખું અસ્તિત્વ વિકસાવી અને જીવી શકે એવી આબોહવા અને વાતાવરણ આપીએ.. આપણા જીવનની દરેક સ્ત્રીને!

આવો – “પારકી” શબ્દને ત્યજીને – “પોતાનાપણા”-ની સલામતી, હુંફ અને લાગણી આપીએ આપણી માં, પત્ની, બહેન અને દીકરીને..!

Comments

comments


18,347 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 2