થોડીક જ મિનિટોમાં ઘરે બનાવો રબડી

સામગ્રી

rabdi-recipe-2

* ૩ કપ ફૂલ ફેટ મિલ્ક,

* ૨ ફ્રેશ બ્રેડની સ્લાઈસ,

* ૧ ટીસ્પૂન ખાંડ,

* ૧/૨ કપ કંડેન્સ મિલ્ક,

* ૧ ટીસ્પૂન એલચી પાવડર,

* ૧ ટીસ્પૂન કાજુના ટુકડા,

* ૧ ટીસ્પૂન બદામની કાતરી,

* ૧ ટીસ્પૂન દ્રાક્સ,

* ૧ ટીસ્પૂન કેસર,

* ૧ ટીસ્પૂન પીસ્તાની કાતરી.

રીત

સૌપ્રથમ તવામાં ફૂલ ફેટ મિલ્ક નાખી દૂધ ઉકળવા દેવું. પછી ફ્રેશ બ્રેડ લઈને મિક્સરમાં ભૂકો કરવો અને મિલ્કમાં નાખવો. હવે આમાં ખાંડ અને કંડેન્સ મિલ્ક નાખી દૂધ ઉકળવા દેવું. આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

આની ઉપર બબલ્સ થવા લાગે એટલે ગેસ બંધ કરવો. આ મિશ્રણ ઠંડુ થાય એટલે એલચી પાવડર કાજુ, બદામ, દ્રાક્સ, કેસર અને પીસ્તાની કાતરી નાખી મિક્સ કરવું. તો તૈયાર છે રબડી.

Comments

comments


9,984 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 15