ત્વચા, વાળ અને નખની સંભાળ માટે મધનો ઉપયોગ

Skin, hair and nail care using honey

મધને તમે એક આરોગ્યપ્રદ ગળપણ તરીકે જ ઓળખતા હશો પણ તે સિવાય પણ તેનામાં ઘણાં એવા ફાયદા છે જે મોટાભાગના લોકો જાણતા નથી, મધના એવા 11 ઉપયોગ અહીં જણાવવામા આવ્યા છે કે જે તમારા માટે લાભદાયી પુરવાર થઈ શકે છે અને તે તમારી સુંદરતા પણ વધારી શકે છે.

મધ એટલે એક એવુ ગળપણ કે જે તમામ વયના લોકો માટે આરોગ્યપ્રદ છે અને એ વાત લગભગ બધા જ જાણે છે, પણ તમને એ જાણીને ચોક્કસ જ આશ્ચર્ય થશે કે તેમાં ઘણાં એવા ઘટકો આવે છે કે જેનાથી તમારી ત્વચા અને તમારા વાળને ઘણો ફાયદો થઈ શકે છે. મધમાખીઓ દ્વારા ફૂલની પરાગ રજ, રસ અને રેઝિન્સમાંથી તૈયાર થયેલું મધ મોશ્ચ્યુરાઈઝ વધારે છે અને તે વધતી વયની અસરો પણ દેખાવા દેતું નથી સાથે જ તે બેક્ટેરિયા સામે પણ લડે છે. મધની અંદર પોષક તત્વોની સાથે એન્ટીઓક્સીડેન્ટ તેમજ સ્વાસ્થ્ય સંબંધી સંયોજન પણ રહેલું છે. હવે પછી જ્યારે તમે તમારા ઘરની ગ્રોસરીની વસ્તુઓ ખરીદવા જાઓ ત્યારે તમે એક નજર જ્યાં મધ મુકાયેલું હોય છે તે શેલ્ફ પર પણ નાખજો, તો તમને એ જોવા મળશે કે તેમને એમ જ મુકવામાં આવ્યા હોય છે. મધમાં એન્ટીઓક્સિડેન્ટ તેમજ પાચક રસ સહિતના માનવ શરીર માટે ફાયદાકારક ઘણાં તત્વો આવેલા છે. અહીં અમે તેમને મધના ઘટકોનો કઈ રીતે ફાયદાકારક ઉપયોગ કરી શકાય તે જણાવીશું, એમાંથી કેટલાક ઉપાયો એવા છે કે જે અન્ય કેટલાક કુદરતી ઘટકો સાથે તમે મધને મિક્સ કરીને તેનો ફાયદો લઈ શકો છો.

1 મોશ્ચ્યુરાઈઝીંગ માસ્ક

મધમાં કુદરતી નરમાઈ આવેલી છે એના કારણે તે હવામાંથી મોશ્ચ્યુરને તમારી ત્વચા પર લાવે છે અને તે જળવાઈ રહે તેવું લેયર મધ ત્યાં રચી દે છે. જો તમારે મધનો ઉપયોગ એ રીતે કરવો હોય તો એક ચમચી મધ લઈને તમારા ત્વચા પર લગાવી દો અને 15થી 20 મીનિટ બેસી રહો અને તે પછી તેને નવશેકા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી તમારી ત્વચાને એક અનોખી ચમક મળશે અને સાથે જ તમે લાંબા સમય સુધી તે જાળવી રાખશો.

2 ત્વચાના છીદ્રોની સફાઈ

મધની અંદરના ઉત્સેચકો વડે તમે તમારી ત્વચાની પણ સફાઈ કરીને ત્વચાના છીદ્રોને વધુ ચોખ્ખા બનાવી શકો છો. સાથે જ મધની અંદરના એન્ટીબેક્ટેરિયલ પ્રોટીન્સ બેક્ટેરિયા જમા થવા દેતા નથી અને તેના કારણે ત્વચા અસંતુલિત થતી નથી અને તે ત્વચાને બ્લેકઆઉટ થતાં અટકાવે છે. એક ચમચી મધ લઈને તેમાં બે ચમચી જોજબા ઓઈલ અથવા કોપરેલ ઉમેરો અને તે બંને સંપૂર્ણપણે મિક્સ થાય ત્યાં સુધી તેમને ભેળવો. તે પછી તેને ત્મારી ત્વચા પર લગાવો તેમજ તેને ગોળ ગોળ હાથ ફેરવીને હળવા હાથે મસાજ કરો, તે આંખના વિસ્તારમાં ન લાગે તેનું ધ્યાન રાખો. તે પછી તેને નવશેકા પાણીએ ધોઈ નાંખો.

3 હળવું એક્સફોલિએટર

મધમાં એન્ટીઓક્સીડેન્ટ, પાચક રસો તેમજ અન્ય પોષક તત્વો ભરપુર હોય છે કે જે ત્વચાને શુદ્ધ બનાવી ને પોષણ આપે છે. બેકિંગ સોડા પણ હળવું કુદરતી એક્સફોલિએટર છે કે જે ત્વચાના મૃત સેલ દૂર કરે છે અને નવા સેલને ફરી ઊભા કરે છે. જોતમારે એ ફાયદો લેવો હોય તો બે ચમચી મધ લઈને તેમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરો તમારા પહેરા પર પાણીનો છંટકાવ કરો તે પછી આ મીશ્રણને હળવા હાથે તમારા ચહેરા પર અથવા અન્ય ભાગ પર ગોળ ફેરવીને લગાવો. તે પછી પાણી વડે તેને સારી રીતે ધોઈ નાખો

4 ડાઘ દૂર કરનાર

મધમાં તમારી ત્વચાને ચમકીલી બનાવનારું તત્વ સામેલ છે કે જે બળતરા વિરોધી અને જીવાણુવિરોધી સંયોજન હોય છે, તેનાથી તમારી ત્વચા પર પડેલા ડાઘા દૂર થાય છે અને તમારા કોષને નવજીવન મળે છે. મધ, કોપરેલ અથવા ઓલિવ ઓઈલનું મોશ્ચ્યુરાઈઝ તત્વ છે તે તમારી ત્વચાના કોષને જીવંત થવામાં મદદ કરે છે. જો તમારે એ અનુભવવું હોય તો એક ચમચી મધ લો તેમાં એક ચમચી કોપરેલ અથવા ઓલિવ ઓઈલ ઉમેરો બંનેને યોગ્ય રીતે મીક્સ કરો અને તે પછી જ્યાં ડાઘા પડ્યા છે ત્યાં તેને લગાવો. તે પછી ચમારી આંગળી વડે તેને ગોળ ગોળ ફેરવીને એક કે બે મિનિટ સુધી હળવું માલિશ કરો. તે પછી ગરમ કપડાંને ત્યાં મુકી રાખો જ્યાં સુધી તે ઠંડુ ન પડે. આવું રોજ કરો.

5 ખીલની સારવાર

મધમાં બેક્ટેરિયા વિરોધી અને ફૂગ પ્રતિરોધક તત્વો આવેલા છે, જે બેક્ટેરિયાને ફેલાતા અટકાવે છે, વળી મધનું બળતરાને શમાવી દેતું તત્વ ખીલની દાહકતા ઓછી કરે છે. જો તમારે ખીલ સારા કરવાનો પ્રયાસ કરવો હોય તો મધને જ્યાં ખીલ થયા હોય ત્યાં લગાવો. 10થી 15 મીનીટ સુધી તેને એમને એમ રહેવા દો, પછી તેને નવશેકા પાણીએ ધોઈ નાખો

6 મધનું સ્નાન

મધ માત્ર હાઈડ્રેટિંગ તત્વ જ નથી ધરાવતું પણ સાથે જ તેના એન્ટીઓક્સિડેન્ટ્સ પ્રદૂષણને કારણે નુકશાન પામેલી તમારી ત્વચાને ફરી જીવંત બનાવે છે. જો તમારી ત્વચાને ફરી ચમકદાર બનાવવી છે તો બે મોટી ચમચી ભરીને મધ લો તેમાં એક કપ ભરીને ગરમ પાણી ઉમેરો. મધ પાણીમાં સંપૂર્ણપણે ભળી જાય ત્યાં સુધી તેને મીક્સ કરતા રહો. પછી એક ટબ ગરમ પાણીમાં તે ઉમેરો અને તેના વડે નાહી લો

Skin, hair and nail care using honey

7 ત્વચાનું ઉપરી મોઈશ્ચ્યુરાઈઝર વધારે

મધમાં રહેલા પોષક દ્રવ્યો અને ઉત્સેચકો તમારી ત્વચાને યોગ્ય સારવાર આપે છે, તેના વડે તમારી ત્વચાનું મોઈશ્ચર વધે છે, તેની સાથે કોપરેલ ભેળવીને ઉપયોગ કરવામાં આવે તો એક સારૂં કંડીશનર બની શકે છે આ ઉપરાંત સફરજનના સરકામાં રહેલુ એક્ટિક એસિડ તમારી ત્વચાને કોમળ બનાવે છે. તમારી ત્વચા પર તેના પ્રયોગ માટે એક ચમચી મધ લો તેમાં એક ચમચી સફરજનના બીનો સરકો ઉમેરો, સાથે જ એક ચમચી કોપરેલ ઉમેરોતમારી ત્વચા પર એ મિશ્રણનું માલિશ કરો, તે પછી તેને પાંચથી દસ મિનિટ રહેવા દો અને પછી તેને ધોઈ નાખો.

8 હેર કન્ડીશનર

મધમાં રહેલા ઉત્સેચકો અને પોષક તત્વો ડલ થઈ ગયેલા વાળને ફરી ચમકતા બનાવી શકે છે. તેની સાથે કોપરેલનું મિશ્રણ જાદુ જગાવી શકે છે. તમારા વાળને સુંવાલા અને ચમકીલા બનાવવવા માટે મધ અને કોપરેલનું સંયોજન યોગ્ય પુરવાર થશે. પ્રયોગ કરવા માટે એક ચમચી મધ લો અને તેમાં બે ચમચી કોપરેલ ઉમેરો, તેને તમારા સમગ્ર વાળમાં લગાવો, તે પછી 20 મીનીટ સુધી બેસી રહો અને તે પછી તમારા વાળ ધોઈ નાખો.

9 શેમ્પૂ બૂસ્ટર

મધમાં રહેલા તત્વોને કારણે તેનાથી વાળનું મોઈશ્ચવર જળવાઈ રહે છે. સાથે જ એવું પણ કહેવાય છે કે મધમાં રહેલું વાળ સીધા કરનારું તત્વ તેના ગ્રોથને પણ વધારે છે. પ્રયોગ માટે તમારા મનગમતા શેમ્પૂ સાથે એક ચમચી મધ મીક્સ કરો, તેના વડે વાળમાં શેમ્પૂ કરી લો અને પછી તેને સારી રીતે ધોઈ નાખો અને તે પછી યોગ્ય રીતે સૂકવી પણ લો.

10 વાળનું હાઈલાઈટર

મધમાં રહેલું ગ્લુકોઝ ઓક્સાઈડ ધીરે ધીરે હાઓઈડ્રોજન પેરોક્સાઈડ છોડે છે અને એ તત્વને કારણે તમારા વાળનો રંગ ચમકીલો બની જાય છે, તેનો પ્રયોગ કરવા માટે તમારે ત્રણ ચમચી મધ લઈને તેમાં બે ચમચી પાણી ઉમેરો. તેને તમારા ચોખ્ખા પણ થોડા ભીના વાળમાં લગાવો. તે પછી એક કલાક સુધી બેસી રહો. અને ત્યારબાદ તેને ધોઈ લો. સારા પરિણામ માટે દર અઠવાડિયે આવું કરો.

11 સનબર્નની સારવાર

તમારી ત્વચા પર સૂર્યની દાહકતાને કારણે પડેલા ડાઘા દૂર કરવાની શક્તિ મધમાં છે. તેમાં પણ જો તમે એલોવીરા સાથે મધને મીક્સ કરો તો તમને શ્રેષ્ઠ પરિણામ મળે છે. પ્રયોગ માટે તમારે એક ભાગ મધ લઈ તેમાં બે ભાગ જેટલું એલોવીરાની જેલ ઉમેરવી અને તેને જ્યાં સનબ્રનના કારણે ડાઘા પડ્યા છે ત્યાં લગાવવી. અડધો કલાક સુધી તે રહેવા દઈ પછી તેને ધોઈ નાખવું. આવું દરરોજ કરતાં રહેવું.

Comments

comments


6,677 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 0