ત્રણ તમાચા એ કરીનાખી પાગલ .?

ત્રણ તમાચા બાદ ગૌહરને લાગ્યો માનસિક આઘાત, હાલમાં સારવાર હેઠળ

જાણીતો રિયાલિટી શો ‘ઈન્ડીયાસ રો સ્ટાર’ પૂર્ણ થઈ ગયો છે અને આ શોમાં ઋતુરાજ મોહંતી વિજેતા જાહેર થયો છે.પોતાના શાનદાર પર્ફોર્મન્સથી સૌના દિલ ડોલાવનારી શોની હોસ્ટ ગૌહર ખાનને એક યુવકે ફિલ્મ સિટીમાં શોના સેટ પર જોરદાર ફડાકો ઝીંકી દીધો હતો. જોકે, બાદમાં સુરક્ષાકર્મીઓ દ્વારા એ યુવકને પકડવામાં આવ્યો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો.

પ્રોડક્શનના ટીમ મેમ્બરે માર્યો ગૌહરને મારનારાને

સૂત્રોએ જણાવ્યું હતું કે,’ગૌહર ખાન તેના ચહેરાને ફાઈનલ ટચ અપ આપી રહી હતી ત્યારે, અચાનક જ દર્શક વર્ગમાંથી એક શખ્સે આવીને તેના ચહેરા પર તમાચો મારી દીધો હતો.આ સમયે ઉપસ્થિત તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. ત્યાર બાદ ગૌહરે આગળ શૂટ કરવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ પ્રોડક્શન ટીમની સમજાવટ બાદ તે તૈયાર થઈ હતી.તેમજ હુમલાખોરને પ્રોડક્શન ટીમે સંભાળી લીધો અને પ્રોડક્શન ટીમમાંથી એક વ્યક્તિએ તેને સારો એવા માર પણ માર્યો, પોલીસે બન્નેની ધરપકડ કરી હતી

આ સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યા મુજબ મુંબઇ પોલીસે  ૨૪ વર્ષીય અકિલ મલિકની ધરપકડ કરી તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે.ગૌહરને થપ્પડ લગાવનાર યુવકે કહ્યું હતું કે, ગૌહર ખાન મુસ્લિમ સમાજમાંથી આવે છે, છતાં તે ટૂંકા વસ્ત્રો પહેરે છે, કોઇપણ મુસ્લિમ યુવતી કે જે આ પ્રકારને ટૂંકા વસ્ત્રો પહેરે છે તેને ચલાવી લેવામાં નહીં આવે.

પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા બાદ ટૂંક સમયમાં જ ગૌહર ખાન પણ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ધરપકડ કરાયેલા યુવકને આજે બોરિવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર યુવકે ગૌહરને માત્ર થપ્પડ જ નહોતી મારી પરંતુ તેના શરીરને સ્પર્શ કરીને તેની શારીરિક છેડતી પણ કરી હતી.

બનાવને કારણે ગૌહર ખાન ઘેરા આઘાતમાં

30 નવેમ્બરના રોજ ‘ઈન્ડિયાઝ રો સ્ટાર’ની ગ્રાન્ડ ફિનાલેમાં ગૌહર ખાનને અકિલ મલિક નામના વ્યક્તિએ તમાચો ચોડી દીધો હતો. અકિલ મલિકની પોલીસે ધરપકડ કરી હતી અને તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ચાર ડિસેમ્બર સુધી અકિલ પોલીસ રિમાન્ડ પર રહેશે.

ગૌહર ખાનના વકિલ સદાનંદ શેટ્ટીએ કહ્યુ હતુ કે અલિક મલિક પર ભારતીય બંધારણની 354, 323 અને 506 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. તેને ચાર ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડમાં રાખવામાં આવશે. તે છેલ્લાં ત્રણ દિવસથી ગૌહરનો પીછો કરતો હતો. આટલું જ નહીં તેની પાસે શોમાં આવવા માટેનું વેલિડ આઈકાર્ડ પણ હતું. પોલીસ તેના ભૂતકાળની તપાસ કરી રહી છે.

આ આખા બનાવથી ગૌહર ખાન આઘાતમાં આવી ગઈ છે. તેને માનિસક રીતે ધક્કો પહોંચ્યો છે. તેને ત્રણ-ત્રણવાર ગાલ પર જોરદાર તમાચા પડ્યા છે અને તે હાલમાં સારવાર હેઠળ છે. તપાસ દરમિયાન જો ગૌહર ખાનને ગંભીર ઈજા થઈ હશે તો અકિલને વધુ સજા થશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,873 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 5 =