તૈલીય ત્વચા દુર કરવાના આસન ઉપાયો

remedy for oily skin and acne

તૈલીય ત્વચા ઘણા લોકો માટે એક મોટી મુશ્કેલી છે. તૈલીય ત્વચા હોવાને કારણે ચહેરા પર ધૂડ અને માટી ચિપકે છે. જેનાથી પિમ્પલ અને બ્લેક હેડ થાય છે. તૈલીય ત્વચાને કારણે ચહેરા પર મેકઅપ કરવામાં પણ મુશ્કેલી થાય છે, જેથી મેકઅપ ખુબ જલ્દી ખરાબ થઈ જાય છે. ચહેરા પર વારંવાર ઓઈલ આવવાથી ચહેરાનો રંગ ફીકો પડી જાય છે. કઈક એવા સરળ નુસ્ખાઓ વિષે જાણીએ જે તૈલીય ત્વચાથી તમને મુક્તિ આપશે.

લીંબુ અને કાકડી

remedy for oily skin and acne

લીંબુના રસમાં થોડાક ટીપા કાકડીના રસના નાખો. આને ૧૫ મિનીટ સુધી ચહેરા પર રાખો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લેવો. થોડા દિવસો બાદ તમને તમારા ચહેરા પર ફરક નજર આવશે.

બેસન

remedy for oily skin and acne

ચહેરા પર વધારે ઓઈલ આવવાથી બેસનના લીંબુનો રસ અને ગુલાબ જળ (રોઝ વોટર) મેળવવીને ચહેરા પર લગાઓ. આને થોડા સમય સુધી સુકાવવા દેવું ત્યારબાદ ચહેરા પર લગાવેલ મિશ્રણ સાફ કરવું. થોડા દિવસો સુધી આ ઉપાય જાળવી રાખતા ચહેરા પરથી ધીમે ધીમે ઓઈલ દુર થવા લાગશે.

સ્ક્રબ

remedy for oily skin and acne

અઠવાડિયામાં એક વાર સ્ક્રબ જરૂર કરવું. આનાથી તમારા ફેસ પર લાગેલી ધૂડ અને માટી સાફ થવા લાગશે. જેનાથી પિમ્પલ અને બ્લેક હેડની સમસ્યા પણ નહિ થાય.

ઓઇલ ફ્રી ફેસવોશ

remedy for oily skin and acne

ચહેરો ધોતી વખતે ફક્ત ઓઇલ ફ્રી ફેસવોશનો જ ઉપયોગ કરવો. આનાથી ચહેરો ધોતા જ ઓઈલ દુર થશે. જો તમારે થોડીક મિનિટોમાં ચહેરાને ઓઇલ ફ્રી બનાવવો હોય તો ઓઇલ ફ્રી ફેસવોશથી ચહેરો ધોઈ લેવો. આમ કરવાથી થોડા સમય સુધી તમારા ફેસ પર ઓઈલ નહિ દેખાય.

વિટામિન સી

remedy for oily skin and acne

ખાવામાં વિટામિન સી ની  માત્રા વધારો. વિટામિન સી તમને લીંબુ, સંતરા, આંબલા વગેરે માંથી મળશે. વિટામિન સી ઓઈલને સ્કીન પર આવવાથી કન્ટ્રોલ કરે છે અને ચહેરાને પણ કલીક રાખે છે.

Comments

comments


11,438 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 30