તાજી કેરીનો ઉપયોગ કરી બનાવો ‘મેક્સિકન સાલસા’

સામગ્રી

maxresdefault

* ૧/૨ કપ પાકી કેરીના પીસ,

* ૩/૪ કપ સમારેલ ટામેટાં,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ સફેદ કાંદો,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ સેલરી,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ કેપ્સીકમ,

* ૧/૨ ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

7c90387ed7033d66_Watermelon-Salsa

એક બાઉલમાં પાકી કેરીના પીસ અને સમારેલ ટામેટાં નાખીને બરાબર રીતે હલાવી લેવી. હલાવતા સમયે આ બંને સામગ્રીને ચમચા વડે થોડી-થોડી દબાવી લેવી. હવે આમાં મીઠું, સફેદ કાંદો, સેલરી, કેપ્સીકમ અને ચીલી ફ્લેક્સ નાખીને ફરીવાર બરાબર મિક્સ કરી લેવું. તો તૈયાર છે મેક્સિકન સાલસા. આ સાલસાને બે કલાક સુધી ફ્રીઝમાં રહેવા દેવું ત્યારબાદ તમે તેને ખાખરા સાથે સર્વ કરી શકો છો.

Comments

comments


4,813 views

Leave a Reply

Your email address will not be published.


8 − 5 =