આપણા દેશમાં વર્ષોથી અનેક પરંપરાઓ ચાલતી આવી છે અને આપને તે પરંપરાને અનુસરણ પણ કરતા આવીએ છીએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા પૂર્વજો દ્વારા આદિકાળથી ચાલતી પરંપરાનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. કેટલીક એવી પરંપરા છે કે જે ખુશી જ નહિ પરંતુ આપણા સ્વાસ્થ્ય ને પણ સુધારે છે તો આપને જાણીએ કેટલીક પરંપરાઓ વિષે..
કેળાના પાન પર ભોજન કરવું
કેળાના પાન નો લોકો વિવિધ રીતે ઉપયોગ કરે છે જેમજે, કથા-પૂજનમાં કેળાના પાનથી શણગાર કરવામાં આવે છે અને શ્રી સત્યનારાયણની કથામાં પણ કેળાના પાનનો માંડવો બનાવવામાં આવે છે. આ ઉપરાંત કેળાના પાનનો ઉપયોગ દક્ષિણ ભારતમાં લોકોને કેળાના પાન પર જ ભોજન પીરસાય છે. કેળાના પાન માં ભોજન કરવાથી તેની હરિયાળી આંખોને ઠંડક આપે છે.
ખાતી વખતે વારંવાર પાણી ન પીવું
જમતી વખતે પાણી પીવું તે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે પાણીથી જ આપણું પેટ ભરાય જાય છે અને ખોરાક પચતો પણ નથી.
હાથથી ભોજન કરવું
હાથીથી ભોજન કરવાથી હાથ નરવા રહે છે અને આંગળીઓની પણ કસરત થઇ છે. આમ કરવાથી બેક્ટેરિયા પેટમાં જતા નથી.
ધી ખાવું જોઈએ
ધી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે અને તેનાથી વજનમાં પણ ઘટાડો થાય છે અને ધી ખાવાથી વારંવાર ભૂખ લાગતી હોઈ તો તે પણ નથી લાગતી.