તમે જૂનો ફોન ફેંકવાના છો ? તો આ વાંચી લો

તમે જૂનો ફોન ફેંકવાના છો ? તો આ વાંચી લો

વ્યક્તિ નવો ફોન ખરીદે છે ત્યારે જૂના ફોનનું મહત્વ ઘટી જાય છે. સામાન્ય રીતે વ્યક્તિ જૂના ફોનનો ઉપયોગ કરવાનું બંધ કરી દે છે અથવા તો તેને ફેંકી દે છે. જો તમે પણ આવું કરતા હોવ તો અમે તમને જૂના ફોનને અન્ય કઇ કઇ રીતે ઉપયોગમાં થઇ શકે છે તે જણાવીશું.

ડેસ્કટોપ કંટ્રોલ

તમે તમારા એન્ડ્રોઇડ ડિવાઇસને ડેસ્કટોપ કમ્પ્યુટરને વાયરલેસ કંટ્રોલર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. જેના માટે તમારે એવી એપની જરૂર પડશે જે સોફ્ટવેર અને વિંડોઝ પીસી વચ્ચે હોસ્ટિંગનું કામ કરી શકે.

મીડિયા પ્લેયર તરીકે

કેટલાય એન્ડ્રોઈડ ફોન એચડી વીડિયો રેકોર્ડિંગની સાથે પ્લેબેક તથા એચડીએમઆઇ આઉટપુટની સુવિધા પણ આપે છે. જેના માટે તમારે એમએચએલ એચડીએમઆઈ કેબલ અને એમએક્સ પ્લેયરની જરૂરત પડશે.

બાળકોના રમકડાં તરીકે

તમે જૂના ફોનને બાળકોના રમવાના તરીકે ઉપયોગ કરી શકશો. જેના માટે તમે તમારા બાળકોને ઉપયોગી અને તેમને મનપસંદ એપને ડાઉનલોડ કરી શકશો. આ સાથે તમે ફોનમાં બાકીના ફંક્શન્સને પાસવર્ડથી સુરક્ષિત પણ રાખી શકો છો. જેથી બાળકો માત્ર તેમના ઉપયોગી એપને એક્સેસ કરી શકે.

જૂના ફોનને બનાવો કેમેરા

તમે તમારા જૂના ફોનને કેમેરા તરીકે ઉપયોગમાં લઇ શકો છો. ફોટો અને વીડિયો બનાવવા માટે કેમેરાનો ઉપયોગ કરી શકો છો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,834 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 56