તમે છીંકને અશુભ માનો છો તો જાણી લો તેના વિશે

If you think you know about sneezing inauspicious

છીંકને ખૂબ જ પ્રાચીન શુકન માનવામાં આવે છે. આપણાં શાસ્ત્રોમાં પ્રાચીન કાળથી એવી માન્યતા રહી છે કે છીંકના માધ્યમથી શરીરમાંથી ખરાબ આત્માઓ કે નકારાત્મક ઊર્જા બહાર નીકળી જાય છે. પોતે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા હો અને પોતાને જ છીંક આવે તો તેને શુભ માનવામાં આવે છે, પરંતુ બીજી કોઈ વ્યક્તિ છીંક ખાય તો તે સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે.

વિદેશોમાં પણ છીંકને લઈને અનેક માન્યતાઓ જોવા મળે છે. બ્રિટનમાં કોષ્ટા જાતિના લોકો છીંકના શુકન પર વિચાર કરે છે. ગુલુ જાતિના લોકો છીંકને શુભ માને છે. જમૈકાના લોકો છીંક આવે ત્યારે કોઈ તેમની બુરાઈ કરી રહ્યું છે તેવું માને છે. જર્મનીમાં યાત્રા શરૂ કરતાં પહેલાં છીંક આવે તો તેને શુભ માને છે. યુનાની લોકો છીંકને દૈવી ક્રીડા માને છે.

If you think you know about sneezing inauspicious

યાત્રા કે કોઈ કાર્ય માટે નીકળતી વખતે છીંક આવે, શરદીને કારણે છીંક આવે તથા વાસ્તવિક છીંક સાંભળવા મળે, બીજાની છીંક સાંભળવા મળે તો તેનું અલગ-અલગ ફળ હોય છે. ભારતીય સંસ્કૃતિમાં છીંકની અલગ-અલગ સ્થિતિમાં અલગ-અલગ ફળ હોય છે. જેમ કે,

કંઈ ખરીદતી વખતે, ર્ધામિક અનુષ્ઠાન સમયે, મકાન પ્રવેશના સમયે, દવા ખાતી વખતે અને યાત્રાની શરૂઆત સમયે છીંક આવે તો તેને અશુભ મનાય છે. ભોજન કરતી વખતે એકથી વધારે અને જમણી તરફથી આવેલી કે પાછળથી આવેલી છીંક શુભ માનવામાં આવે છે. યાત્રા કે કોઈ મહત્વના કાર્ય માટે નીકળતી વખતે જમવાનો અનુરોધ કરવો, ભિખારીનું સામે મળવું, કોઈનું માથું ખંજવાળવું, કાગડાનું બોલવું, ધૂળની ડમરી ઊડવી કે છીંક આવવી વગેરેને અપશુકન માનવામાં આવે છે.

Comments

comments


5,694 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 16