તમે ઘરમાં તુલસીનો છોડ રાખો છો? તો ધ્યાનથી વાંચો આ બાબતોને

Tulsi-Plant

વૃક્ષો માત્ર પર્યાવરણના જ નહિ મનુષ્યના પણ મિત્રો હોય છે. પ્રાચીન કાળથી હિન્દુધર્મ માં પરંપરા ચાલતી આવી છે કે લોકોના ઘરમાં તુલસીનો છોડ હોવો જ જોઈએ.  હિન્દુધર્મ માં તુલસીને પવિત્ર માનવામાં આવે છે. તુલસીને પાપ નાશક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસી નો છોડ રોપવામાં આવે છે. ઘરમાં લગાવવામાં આવતા અમુક વૃક્ષો સકારાત્મક ઉર્જા આપે છે. તુલસીનું પૂજન કરવું શ્રેષ્ટ માનવામાં આવે છે. કારણકે આની પૂજા કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તુલસીનો છોડ ઘરમાં હોવાથી  ધન, સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

લોકો તુલસી ના છોડનો ઉપયોગ પૂજા, ઉપવાસ, યજ્ઞ, જપ અને હવનમાં કરે છે કારણકે આનાથી પુણ્ય મળે છે. તુલસીથી ધરમાં સકારાત્મક ઉર્જા ફેલાયેલ રહે છે અને દેવ-દેવીની કૃપા આપણા પર સદેવ બની રહે છે. ચાલો જાણીએ તુલસી સંબંધી જરૂરી જ્યોતિષી જ્ઞાન વિષે.

ce_Holyness_of_Tulsi__IMG_28471

તુલસીનો સુકો છોડ ન રાખવો ઘરમાં

ઘરમાં તુલસીનો સુકો છોડ રાખવો એને અશુભ માનવામાં આવે છે એટલે જયારે પણ છોડ સુકાય તો તેને નદીમાં કે તળાવમાં પ્રવાહિત કરી દેવો જોઈએ.

આમાં રહેલ છે ઔષધીય ગુણો

જેવી રીતે તુલસી પૂજનીય છે તેમજ તે ગુણકારી પણ છે. તુલસીને આયુર્વેદમાં જીવનરક્ષક જડીબુટ્ટી (સંજીવની ઔષધિ) માનવામાં આવે છે. તુલસીના છોડની સુગંધ વાતવરણને પણ પવિત્ર બનાવે છે જેનાથી સુક્ષ્મ કીટાણુંઓ નો નાશ થાય છે.

આ દિવસોમાં ન તોડવા તુલસીના પાન

શાસ્ત્રો અનુસાર તુલસીના પાન અમુક ખાસ દિવસોમાં ન તોડવા. જ્યોતિષ અનુસાર અગિયારશ, રવિવાર, ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણ ના સમયે રાત્રે ન તોડવા. આમ કરવાથી લક્ષ્મી નારાજ થાય છે.

તુલસી કરે છે વાસ્તુદોષ દુર

ઘરના આંગણે તુલસી વાવવાથી પણ વાસ્તુદોષ દુર થાય છે. તુલસીથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા દુર થાય છે.

તુલસીનું પૂજન રોજ કરવું જોઈએ

દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ. રાત્રે તુલસી પાસે દીવો કરવો જોઈએ. એવી માન્યતા છે કે જે લોકો રાત્રે તુલસી સમક્ષ દીવો પ્રગટાવે છે તેના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા રહે છે.

તુલસીના પાન ન ચાવવા

તુલસીના પાંદડામાં પારા ધાતુ નામનું તત્વ હોય છે. જે પાનને ચાવતા સમયે દાંતોમાં લાગી જાય છે. જે દાંત માટે નુકશાનકારક છે.

kati bihu 1

Comments

comments


15,746 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 48