તમારા Smartphone સાથે આ સાત ભુલ ક્યારે પણ ના કરો

મોંઘા ગેજેટનો ઉપયોગ કરવો કોને પસંદ ના હોય પરંતુ, ઓછા લોકો આ ગેજેટ્સનુ સરખુ ધ્યાન રાખી શકે છે. એવામાં ગેજેટ્સનો સરખો ઉપયોગ નથી થઇ શકતો. અહિયા અમે તમને કેટલીક ભુલો વિશે જણાવી રહ્યા છીએ જે તમે વારંવાર તમારા ગેજેટ્સ સાથે કરતા હોવ છો.જો આ ભુલ નહિ કરો તો તમે તમારો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકશો.

But when do these seven mistakes with your Smartphone

કેમેરા લેન્સની સફાઇ ન કરવી

કેમેરાનો લેન્સ ધુળ અને ગંદકીતે પોતાની તરફ ખેંચે છે. એવામાં રિયર કેમેરો મોબાઇલમાં પાછળની તરફ હોવાથી તેના પર ધુળ લાગવી સામાન્ય વાત છે. આમ તો મોબાઇલ કેમેરાની ભુલ છે પરંતુ તમે પણ એક ભુલ કરો છો.અને એ છે લેન્સને સાફ કરવાનુ ભુલી જાઓ છો. કેમેરાના લેન્ચ પર ધુળ લાગવાથી ફોટો બ્લર આવે છે. જો કે આ સમસ્યાથી બચવા માટે થોડા થોડા સમયે કેમેરા લેન્સને કોટનના કપડાથી સાફ કરવો. તમારો ફોટો ક્યારે પણ ખરાબ નહી આવે.

But when do these seven mistakes with your Smartphone

આ ફિચર્સ પર નથી આપતા ધ્યાન

તમારા ફોનના પ્રોસેસર, રેમ અને લુક્સ પરતો વધારે ધ્યાન આપો છો પરંતુ સારી ફોટો ગ્રાફી માટે કેમેરા અને તેમાં આપવામાં આવેલા ફિચર્સ પર લગભગ જ તમારૂ ધ્યાન પડ્યુ હશે.એવામાં સારી ફોટોગ્રાફી માટે કેટલીક સેકન્ડ કેમેરાનુ ઓટ એક્સપોઝર અને ઓટો ફોકસ ફિચર્સ પર ધ્યાન આપવાથી તમારી ફોટોગ્રાફી વધારે સારી થઇ શકે છે અને આનંદ ઉઠાવી શકો છો.

But when do these seven mistakes with your Smartphone

હંમેશા બ્લ્યૂટૂથ ઓન રાખવુ

આપણી એક આદત હોય છે કે ફોનમાં નાનો પ્રોબ્લમ આવે તો પણ આપણે કંપનીનો વાંક કાઢતા હોઇ એ છીએ. એવામાં તમે બેટરીનો દોષ કંપનીના માથે નાંખો તે પહેલા જરા તમારી કેટલીક આદતો પર ધ્યાન આપવુ જેવી કે તમારા સ્માર્ટફોનમાં બ્લ્યૂટૂથ ઓન રાખવુ.મોબાઇલ ડેટા ઓન રાખવો વગેરે. બ્લ્યૂટૂથ ઓન રહેવાથી તમારા ફોનની બેટરી વધારે ખર્ચ થાય છે અને તમારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

But when do these seven mistakes with your Smartphone

ઓવર એક્સપોઝર

જેવી રીતે તમારાથી વધારે ગરમી કે વધારે ઠંડી સહન નથી થઇ શકતી તેવી જ રીતે ગેજેટ્સ પણ સહન નથી કરી શકતા ફોન અથવા તો ટેબલેટને 35 ડિગ્રીથી વધારે અને 0 ડિગ્રીથી ઓછા તાપમાનથી બચાવો. ફોનનની ડિસ્પ્લે પર શુર્યના કિરણો ન પડવાદો. એવુ કરવાથી તમારો ફોનમાં ખામિ આવી શકે છે.

But when do these seven mistakes with your Smartphone

ડુપ્લિકેટ(બીજા) ચાર્જરનો ઉપયોગ

હંમેશા તમારા ફોન સાથે આપવામાં આવેલા ચાર્જરનો ઉપયોગ કરો. વારંવાર કોઇ બીજા ચાર્જરનો ઉપયોગ કરવાથી ફોનની બેટરી ડેમેજ થઇ શકે છે. સાથે સાથે ફોનને આખી રાત ચાર્જ ના કરો. આવુ કરવાથી ફોનની બેટરી લાઇફ ઓછી થઇ શકે છે. લેપટોપ સાથે પણ આવુ જ થાય છે. જેથી કોઇ પણ ગેજેટ્સને ઓવર ચાર્જ ના કરશો.

But when do these seven mistakes with your Smartphone

અપડેટ એલર્ટને ઇગ્નોર કરવી

ક્યારેક તમારા સ્માર્ટફોનમાં આવકી અપડેટ એલર્ટ તમને ઇરિટેટ કરે છે. ખાસ કરીને જ્યારે તમે ફોનમાં કોઇ જરૂરી કામ કરી રહ્યા હોવ એ વખતે એપડેટ આવે ત્યારે તમને વધારે ગુસ્સો આવતો હોય છે. પરંતુ તમે આ અપડેટને ઇગ્નોરના કરો એમાં તમારી જ ભલાઇ છે. સમય સર ફોનને અપડેટ ન કરવાથી તમારા ફોનની સ્પીડ ધીમી પડી શકે છે. એપ્સ કે પછી ઓએસની અપડેટ સમયસર અપડેટ કરવી જરૂરી છે.

But when do these seven mistakes with your Smartphone

પાસવર્ડનો ઉપયોગ ન કરવો

જો તમે તમારી ગર્લફ્રેન્ડને લઇને પઝેસિવ ના પણ હોવ તો પણ તમારા પર્સનલ ગેજેટ્સમાં પ્રોટક્શન માટે પાસવર્ડનો ઉપયોગ કરવો સારી આદત છે. તમે ફિંગર પ્રિન્ટ લોક સિસ્ટમ અથવા તો ફેસ લોક નો ઉપયોગ કરી શકો છએ. જેથી તમારો ફોન અને ડેટા બન્ને સેફ રહી શકે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,080 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 6 =