જાણો પ્રેમ ને વ્યક્ત કરવાના આસાન ઉપાય

To express your love, these 7 steps will own any special

આજકાલ વ્યક્તિઓને પ્રેમ કરતાં તેમાં આર્કષણ વધારે દેખાવવા લાગે છે અને તેમનો ઝોક તેની તરફ વઝતો જાય છે. પ્રેમને વ્યક્ત કરવો ઘણો મુશ્કેલ હોય છે, પરંતુ તેનાથી પણ મુશ્કેલ કામ છે તેને તમારી તરફ આકર્ષિત કરવાનું. આજે અહીં તમારી મદદ માટે એવા ૭ સ્ટેપ્સ તમને આપવામાં આવી રહ્યા છે જે તમારા પ્રેમને વ્યક્ત કરવામાં તમારી મદદ કરી શકે છે.

To express your love, these 7 steps will own any special

નજર મિલાવો

જ્યારે તમે પહેલી વાર તમારી પસંદની વ્યક્તિને મળવા જાઓ છો ત્યારે પહેલી મુલાકાતમાં જ આઈ કોન્ટેક્ટ કરવો જરૂરી હોય છે. છોકરીઓ કઈ રીતે કોઈ છોકરાને જુએ છે, તેનાથી છોકરા ઘણું બધું જાણી શકે છે. આ સાથે છોકરાઓને પણ છોકરીઓને જાણવાનો અવસર મળે છે. જ્યારે તમે આઇ કોન્ટેક્ટથી વાત કરો છો ત્યારે તે તમારા શબ્દો કરતાં વધારે મહત્વની બની જાય છે.

પોતાને ઈન્ટ્રોડ્યૂસ કરો

જ્યારે તમને લાગે છે કે તમને મળવા આવનાર વ્યક્તિ તમારી સાથે કમ્ફર્ટ ફીલ કરી રહ્યા છે ત્યારે થોડી વાતચીતનો પ્રયાસ કરો. તેને આગળ વધવા થોડી વાતચીત જરૂરી છે. તેના માટે તમે તેને કોઈ બહાને તમારો ઈન્ટ્રો આપી શકો છો અને તેના વિશે પણ જાણી શકો છો. જ્યારે તમે અરસપરસમાં વાતચીત કરો છો ત્યારે જ કોઇ નિર્ણય પર આવી શકો છો અને કન્ફર્મ પણ કરી શકો છો.

ઓનલાઈન કનેક્શન

રોજ-રોજ મળવું શક્ય નથી, તો પછી તેના ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ સાથે કનેક્ટ થઇ જવું જોઇએ અને તેના વિશેની અને તેના રસની વાતો કરીને આગળ વધવું જોઇએ. ઉપરાંત તમે ઓનલાઈન તેની પસંદ-નાપસંદ વિશે પણ જાણી શકો છો. તેના દ્વારા તમારે તેની સાથે વાત આગળ વધવાનો અવસર પણ મળશે. જ્યારે તમે કોઇ નવી વ્યક્તિ સાથે સંપર્કમાં આવો છો ત્યારે તેના પાસ્ટને લઈને કોઈ કડવો સવાલ કરવાથી બચો.

તેનો રસ જાણો

હવે જ્યારે તમે એકબીજાને જાણી ચૂક્યા છો, ત્યારે તેના અટેન્શનને તેના ઈન્ટ્રેસ્ટમાં જાળવી રાખવાની આ સારી તક છે. તમે એ પણ જાણી શકો છો કે તમારા અને તેના ફ્યૂચરને લઈને તેનું શું માનવું છે? જો તે તમને કોફી, લંચ કે ડિનર પર મળવાનું કહે, તો ખચકાયા વિના જોઈન કરો. તેનાથી તમે સારો ક્વોલ્ટિ ટાઇમ સ્પેન્ડ કરી શકો છો.

ઈન્વાઈટ કરો

અત્યાર સુધીમાં તમે તેની પસંદ વિશે જાણી ચૂક્યા છો અને તે પણ તમને સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યો છે, તો પછી તેની સાથે ટાઈમ વિતાવવાના બહાના શોધવામાં કંઈ ખોટું નથી. તેના માટે તમે ડેટ પર ઈન્વાઈટ કરી શકો છો. આ ડેટ તેની પસંદની હોય તો પછી પૂછવું જ શું.તમે તમારા સંબંધને આગળ વધતા રોકશો નહીં અને સાથે તેમાં પણ પોતાની લિમિટ્સનું ધ્યાન અવશ્ય રાખજો.

To express your love, these 7 steps will own any special

તેને પણ રિસર્ચ કરવા દો

તમે તેના માટે અત્યાર સુધી ઘણી મહેનત કરી લીધી છે અને ઘણો એટ્રેક્ટ પણ કરી લીધો છે. હવે તેને પણ મહેનત કરવા દો. તેને ફોન કરવાને બદલે તે તમને ફોન કરે તેની રાહ જુઓ. તેના મેસેજનો તરત જવાબ આપવાને બદલે થોડી વાર રોકાઈને જવાબ આપો. તેને તમારું મહત્વ સમજાશે. દરેક સમયે પોતે આગળ વધીને કામ ન કરો, ક્યારેક તેમને પણ અવસર આપો અને એ રાહનો આનંદ લો.

હવે સમય છે ડેટનો

હવે તે તમને જાતે જ ડેટ માટે પૂછશે, તો નોર્મલ જ રિએક્ટ કરો. આ સવાલ કરવામાં તમે ક્યારેય ઉતાવળ ન કરશો. વિચારીને અનેક પાસંને તપાસ્યા બાદ જ તમે આ સ્ટેપ લઇ શકો છો. તે એક ખાસ વળાંક છે અને જો તે લેવામાં ઉતાવળ કરશો તો તમે ક્યાંક તમારા સંબંધને ખોવી પણ શકો છો. માટે અહીં સમજદારીથી કામ લો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,182 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 12