ડ્રાય ભાખરવડી | જાણવા જેવું

સામગ્રી

bhakarwadi recipe in gujarati language | janvajevu.com

(પડ માટે)

* 400 ગ્રામ ચણાનો લોટ,

* 100 ગ્રામ ઘઉંનો લોટ,

* મીઠું, મરચું, હળદર, તેલ – પ્રમાણસર.

* (ફિલિંગ માટે)

* 200 ગ્રામ ચણાનો લોટ,

* 100 ગ્રામ ચણાની ઝીણી સેવ

* 25 ગ્રામ સૂકું કોપરું,

* 1 ટેબલસ્પૂન તલ,

* 1 ટેબલસ્પૂન ખસખસ,

* 1 ટેબલસ્પૂન ગરમ મસાલો,

* 1 ટીસ્પૂન ધાણાજીરું મીઠું, મરચું, ખાંડ, આમચૂર.

ચટણી

bhakarwadi recipe in gujarati language | janvajevu.com

ચટણી બનાવવા માટે 50 ગ્રામ શિંગદાણા, 10 કળી લસણ, 1 ચમચો લાલ મરચું, મીઠું અને ગોળ નાંખી વાટી, ચટણી બનાવવી. વાટતી વખતે થોડું પાણી નાંખી રસાદાર (ચોપડાય તેવી) બનાવવી.

રીત

bhakarwadi recipe in gujarati language | janvajevu.com

ચણાનો અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, થોડીક હળદર અને તેલનું મોણ નાંખી, કઠણ કણક બાંધી, કેળવી તૈયાર કરવી. ચણાના લોટમાં મીઠું, મરચું અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. પેણીમાં તેલ મૂકી, ભજિયાં તળી લેવાં. ઠંડા પડે એટલે ખાંડી, ચાળી, રવાદારા ભૂકો બનાવવો. તેમાં ચણાની સેવ નાંખવી. સૂકા કોપરાને છીણી, શેકી, ઠંડુ પડે એટલે હાથથી મસળી, ભૂકો કરી અંદર નાંખવું. પછી શેકેલા તલ, શેકેલી ખસખસ, મીઠું, ગરમ મસાલો, ધાણાજીરું, ખાંડ અને આમચૂર નાંખીને ફિલિંગ માટે મસાલો તૈયાર કરવો. કણકમાંથી પાતળો, મોટો રોટલો વણી, તેના ઉપર ચટણી લગાડી મસાલો પાથરવો. પછી તેનો સખત વીંટો વાળી કટકા કરવા. કટકાને હાથથી બરાબર દબાવી, તેલમાં તળવા.

Comments

comments


9,647 views
Tagged

One thought on “ડ્રાય ભાખરવડી | જાણવા જેવું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 3 =