ડ્રાયફ્રુટ બરફી

Dry Fruit Burfi

સામગ્રી :

  • ૧ કપ માવો, ૧ કપ ખાંડ
  • ૧/૨ કપ પનીર
  • ૨ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
  • ૧ ટેબલસ્પૂન પિસ્તાનો ભૂકો
  • ૧ ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો
  • ૧/૨ ટેબલસ્પૂન એલચીનો ભૂકો
  • ઘી, એલચીના દાણા

રીત :

દૂધને ગરમ કરી, ઊકળે એટલે ધીમે ધીમે લીંબુનો રસ નાંખી, ઉતારી, હલાવ્યા કરવું. બરાબર ફાટી જાય એટલે કપડામાં બાંધી રાખવું. પછી ઉપર વજન મૂકી, બધું જ પાણી કાઢી નાંખવું. આવી રીતે પનીર બનાવી, વાટી નાંખવું. હવે એક વાસણમાં એક ચમચી ઘી નાંખી, ગરમ થાય એટલે તેમાં થોડા એલચીના દાણા નાંખી, તેમાં માવો, પનીર અને ખાંડ બધું ભેગું કરી નાંખવું. ખાંડ ઓગળે અને મિક્સ થઈ જાય એટલે ઉતારી તેમાં મિલ્ક પાઉડર, બદામ-પિસ્તાં-ચારોળીનો ભૂકો અને એલચીનો ભૂકો નાંખી, થાળીમાં ઘી લગાડી, બરફી ઠારી દેવી. ઠરે એટલે કટકા કાપવા.

Dry Fruit Burfi

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,602 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 3 =