ડ્રાયફ્રુટ્સ ફિરની

સામગ્રી

Firni

*  ૩/૪ કપ ચોખાના પૌવા,

*  ૩ કપ દૂધ,

*  ૩ કપ ખાંડ,

*  ૧ ટીસ્પૂન કોર્નફલોર,

*  ૨ ટીસ્પૂન દૂધ,

*  ૧ કપ સમારેલ એપ્પલ અને બનાના

*  ૧ ટીસ્પૂન સ્લાઈસ કરેલ બદામની કાતરી,

*  ૧ ટીસ્પૂન પીસ્તાના ટુકડા,

*  ૧ ટીસ્પૂન કેસર.

રીત

એક નોનસ્ટીક પેનમાં ચોખાના પૌવા નાખી તેને થોડા થોડા (લીટલબીટ) શેકવા અને શેક્યા બાદ એક બાઉલમાં કાઢવા. આ પૌંઆને મિક્સરમાં અધમૂઆ પીસી લેવા.

ત્યારબાદ એક નોનસ્ટીક પેનમાં દૂધ અને ખાંડ નાખી મિક્સ કરવું અને એકાદ બે ઉભરા આવવા દેવા. વચ્ચે વચ્ચે આ દુઘને હલાવતા રહેવું. પછી આમાં પીસેલા પૌવા, કોર્નફલોર અને દૂધના મિશ્રણને મિક્સ કરવું.

આને વારંવાર હલાવતા રહેવું અને બે થી ત્રણ મિનીટ સુધી કૂક કરવું. ત્યારબાદ આને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા ફ્રીઝમાં એક કલાક મૂકી રાખવું.

આને ગાર્નીશ કરવા એક બાઉલમાં એપ્પલ અને બનાનાનું લેયર કરવું. પછી તેની ઉપર ફિરની નાખવી. તેના પર એક વધુ લેયર કરવા સ્લાઈસ કરેલ બદામની કાતરી, પીસ્તાના ટુકડા અને કેસરનું નાખવી. ત્યારબાદ સર્વ કરવું.

Comments

comments


5,862 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 5