સેલ્ફી લવર્સ માટે Lenovo એ ભારતમાં બે સેલ્ફી કેમેરા વાળા સ્માર્ટફોન Vibe S1 લોન્ચ કર્યો છે. જેની કિંમત 15,999 રૂપિયા છે. આ ફોનમાં 5 ઇંચ ફુલ એચડી (1920X1080) સ્ક્રીન અને Android 5.1 લોલીપોપ આપવામાં આવ્યો છે.
આ ફોનને કંપનીએ સપ્ટેમ્બરે બર્લિનમાં IFA 2015માં પ્રસ્તુત કર્યો હતો. આ ફોનની ખાસિયત આના ફ્રન્ટ પેનલ પર આપવામાં આવેલ બે સેલ્ફી કેમેરા છે. કંપનીએ જણાવ્યા અનુસાર 8 મેગાપિક્સેલ નો પહેલો ફ્રન્ટ કેમેરો શાર્પ ફોટો લેશે, જયારે 2 મેગાપિક્સલ વાળો બીજો કેમેરો ડેપ્થ ઓફ ફિલ્ડ માં મદદ કરશે. આ બંને કેમેરા માંથી શાનદાર સેલ્ફી લઈ શકાય છે.
સેલ્ફી માટે ખાસ ટૂલ
આ ઉપરાંત આમાં ફોટો એડીટીંગ ટૂલ પણ આપવામાં આવ્યું છે. જેનાથી તમે સેલ્ફી અને ગુલ્ફી લેતા સમયે તમે ઈચ્છો તેમ ફ્રેમ હટાવી શકો છે અને તેના ચહેરાને બ્લર કરી શકો છે. ફોનનું આ ફીચર ઘણા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
2,500 mAh બેટરી વાળા આ ફોનમાં 3GB RAM અને 1.7GHz ઓકટાકોર પ્રોસેસરની સાથે 32GB ઈનિબલ્ટ મેમરી આપવામાં આવી છે. જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમે વધારીને 128GB સુધી કરી શકાય છે.
સ્પેસીફીકેશન
પ્રોસેસર :- 1.7GHz ઓકટાકોર
રેમ :- 3GB
કેમેરો :- 13 મેગાપિક્સેલ રિયર, 8+2 મેગાપિક્સલ ફ્રન્ટ
ડિસપ્લે :- 5 ઇંચ ફુલ એચડી
મેમરી :- 32GB
બેટરી :- 2,500 mAh
ઓએસ :- Android 5.1 લોલીપોપ