કસ્ટમર : એવી ચા પીવડાવ જેને પીને તન મન ઝૂમી ઉઠે, શરીર લહેરાવવા માંડે અને દિલ મચલી જાય.
વેઈટર – સર અમારી ત્યાં ભેસનું દૂધ આવે છે, નાગણનુ નહી.
ગ્રાહક – (ગુસ્સામાં) વેઇટર, અહીં આવ, ‘જો ચામાં માખી પડી છે.’
વેઇટરે આંગળીથી માખી પ્યાલામાંથી કાઢી અને ઘ્યાનથી તેને જોવા લાગ્યો. પછી ખૂબ ગંભીર થઈ બોલ્યો, ‘અમારી હોટેલની નથી.’
ગ્રાહક:વેઈટર,આ બધું શુ છે? મટરપનીરમાં પનીર દેખાતું જ નથી.
વેઈટર:અરે,સાહેબ તમે ક્યારેય ગુલાબજાંબુમાં ગુલાબ જોયું છે?
મગન : (વેઈટરને) મારી સાથે લડવા માટે તૈયાર રહેજે.
વેઈટર : કેમ ?
ગ્રાહક : મેં જમી તો લીધુ પણ મારા ખિસ્સામાં બિલ ચુકવવાના રૂપિયા નથી.
વેઈટર: સર, તમારા માટે કયુ આમલેટ લાવુ ? ફ્રેંચ, જાપાની કે ઈંડિયન ?
ગ્રાહક – જે તાજુ હોય તે લાવ. મારે તો ખાઈને પેટ ભરવાનુ છે, કોઈ ભાષાનુ જ્ઞાન થોડી મેળવવાનુ છે.
સન્તા એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયો.
વેઈટર નાસ્તો લાવતાં પહેલાં ખાલી ડીશો મુકી ગયો એમાંની એક પ્લેટમાં ટીશ્યુ પેપર હતો.
સન્તાને થયું ”યે કૌન સી ખાનેકી ચીજ હૈ?”
સન્તા ટીશ્યુ પેપર ખાવા જ જતો હતો ત્યાં પાછળ બેઠેલો બન્તા બોલી ઉઠયો,
”મત ખાના ઓયે! બહોત ફીકા હૈ !”