ડેલહાઉસી ઘૌઘાધાર પર્વત શૃંખલાઓ ની મધ્ય માં સ્થિત ખુબ જ સુંદર પર્યટક સ્થળ છે. આ પર્વતીય સ્થળ હિમાચલ પ્રદેશના ચંબામાં આવેલ છે. ડેલહાઉસી (Dalhousie) એક ખુબ જ સુંદર એવું પર્યટક સ્થળ છે. પર્વતો થી ઘેરાયેલ આ જગ્યા જોવાલાયક છે. જોકે, આ સિઝનમાં અહીનો બરફ પીગળવા લાગે છે.
ડેલહાઉસી ઠંડો અને તાજગીસભર પ્રદેશ છે. આમ પણ હિમાચલ પ્રદેશની હવા છે જ એવી કે તે કોઈને પણ પોતાના દીવાના બનાવી શકે છે. ડેલહાઉસી ના આકર્ષક ઘર, ઝરણાઓ માં ખળખળતું ઠંડુ પાણી, આલીશાન વિશાળ વૃક્ષો, સર્પાકાર રસ્તાઓ, રસ્તામાં આવતી હલકી હલકી ઠંડી હવાઓ અને અહીના રંગબેરંગી ફૂલો બધા ને પોતાની તરફ આકર્ષિત કરે છે.
ડેલહાઉસી બ્રિટિશરો ની ભેટ છે. અંગ્રેજો એ આને ૧૮૫૪માં વિકસાવ્યું હતું. તથા વાયસરોય લોર્ડ ડેલહૌઝી ના નામ પરથી આ જગ્યાનું નામ ડેલહાઉસી રાખવામાં આવ્યું. આ એક સુંદર એવું હિલસ્ટેશન છે. ઉપરાંત આ એકદમ શાંત શહેર છે. ડેલહાઉસી સમુદ્ર સપાટીથી લગભગ 7000 ફીટ ઊંચું છે.
અહી ફરવાનો સૌથી ઉત્તમ સમય એપ્રિલ, મે, જુન, જુલાઈ, ડીસેમ્બર અને જાન્યુઆરી છે. ડેલહાઉસી ના મોલ રોડ માં તમને ચીની માલ થી ભરેલ તિબ્બતી માર્કેટ જોવા મળશે. અહીથી તેનજીક એક ખજિયાર નામનું રમણીય સ્થળ આવેલું છે, જે ૨૪ કિલોમીટર ના અંતરે આવેલ છે.
અહી ફરવા માટે સતઘાર વોટર ફોલ્સ, પંતપુલા, સુભાષ બાઓલી, ચામુંડા દેવી મંદિર, પ્રાકૃતિક અભયારણ્ય, દૈકુંડ શિખર, બક્રોટા પહાડી, ગાંધી ચોક, કાલાટોપ અને કાલાટોપ વન છે. ઉપરાંત રીવર માં રાફટીંગ અને ગોલ્ફની પણ મજા માણી શકો છો.
શિયાળા માં અહી બરફ વર્ષા થાય છે જયારે ઉનાળા માં ગરમી તો થાય છે પણ સાંજ પડતા જ ઠંડક નો અહેસાસ થાય છે. મનોરંજક નઝારાથી ભરપુર અહીની હોટેલ ની બાલ્કની માંથી તમને શહેર ના સુંદર નઝારાઓ દેખાશે.