ડુંગળી કાપવાના આ ઉપાય થી હવે આંખમાં નહિ આવે આંસુ!

onion-dicing

ડુંગળી નો શ્રેષ્ઠ ઉપયોગ કિચનમાં કરવામાં આવે છે. આ બધા વ્યંજનો ને સ્વાદિષ્ટ બનાવે છે. આ તીવ્ર ગંધક ઘરાવતો તેજ પદાર્થ છે. તેથી જયારે આને કાપવામાં આવે ત્યારે લોકોને રડાવે પણ છે ખરુંને….?

વેલ, આજે આને કાપવાની એવી રીત વિષે જણાવવાના છીએ જે તમારી આંખમાંથી આંસુ નહિ લાવે. ડુંગળીમાં એક એવું રસાયણ હોય છે જેનું નામ સાઈન-પ્રોપેન્થીયલ-એસ-ઓક્સાઈડ છે. આ રસાયણ આપણી આંખોમાં લેક્રાઈમલ ગ્લેન્ડને ઉત્તેજિત કરે છે. આનાથી આંખોમાં આંસુ આવે છે.

*  આનાથી બચવા માટે એક ડુંગળી લઇ તેને પાણીની અંદર કાપવી (એક પ્લેટમાં પાણી નાખી તેની અંદર ડુંગળી મૂકી). આમ કરવાથી આમાં રહેલ સલ્ફ્યુરિક કમ્પાઉન્ડ તમારી આંખમાં નહિ પહોચે.

1-water-onion--aureliejouan

*  ઠંડી ઓનિયન થી આંખમાંથી આંસુ નહિ આવે. ડુંગળીને કાપતા પહેલા ફ્રીઝરમાં ૧૦ થી ૧૫ મિનીટ માટે મૂકી ઠંડી થવા દેવી. આનાથી હવામાં મળતા એસીડ એન્ઝાઈમ ની માત્રા ઓછી થાય છે અને આને કાપતા સમયે આંખમાં બળતરા પણ નહિ થાય.

*  આ સિવાય ડુંગળી કાપતા પહેલા ચાકુ પર લીંબુનો રસ પણ તમે ઘસી શકો છો. આનાથી આંસુ નહિ નીકળે.

*  ડુંગળી કાપતા સમયે પોતાના મોઢામાં એક ટુકડો બ્રેડનો રાખી ચાવવો. આ ટુકડાને ધીરે-ધીરે ચાવવો. આનાથી આંખમાં આંસુ નહિ નીકળે. તમે મીંટ ગમ ને પણ ચાવી શકો છો.

*  જયારે તમે ડુંગળી ને કાપો ત્યારે તેની બાજુમાં મીણબત્તીને સળગાવીને રાખો. ડુંગળી માંથી જે ગેસ નીકળે તેને મીણબત્તી ની વાઈટ ખેંચી લે છે. તેથી આનાથી પણ આંખમાં પાણી નહિ નીકળે.

Comments

comments


16,978 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


1 + = 5